National

બેવફાઈનું પરિણામ : પાંચમી પત્નીએ સંબંધ માટે ખુરશી સાથે બાંધ્યો, અને પછી ગળું દબાવી દીધું

એવું કહેવામાં આવે છે કે સ્ત્રી (WOMAN) તેના પતિ વિશે બધું સહન કરે છે, પરંતુ તેની બેવફાઈ (infidelity) સહન કરવામાં અસમર્થ છે અને તેનાથી છુટકારો પામવા કોઈ પણ હદ સુધી જાય છે. મહારાષ્ટ્ર(MAHARASHTRA)ના નાગપુરમાં બેવફાઈનો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિની ગળું દબાવી હત્યા (MURDER) કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિની આ પાંચમી પત્ની છે. આ કેસ અંગે માહિતી મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે જ આરોપી મહિલાની ધરપકડ પણ થઇ ગઈ છે. 

આ રીતે આપ્યો ઘટનાને અંજામ

મળતી માહિતી મુજબ, મહિલાને તેના પતિની બેવફાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં તેણે બદલો લેવાનું નક્કી કર્યું. તેણે તેના પતિને ખુબ પ્રેમથી ખુરશી પર બેસાડ્યો અને તેને અશ્લીલ વીડિયો બતાવવાનું શરૂ કર્યું. વીડિયો મુજબ તેણે પોતાના પતિને ખુરશી સાથે બાંધી દીધો અને શારીરિક સંબંધ (SEX) બાંધ્યો હતો. આ પછી તેણે તેના પતિનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. 

8 માર્ચની ઘટના

તપાસમાં મૃતકની ઓળખ લક્ષ્મણ મલિક તરીકે થઇ છે, જે નાગપુરમાં એકલો રહેતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નિવૃત્ત થઈ ગયો હતો અને તેની પત્ની સાથે પેન્શનના પૈસા અંગે વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન, 8 માર્ચે પત્ની સ્વાતિ નાગપુર પહોંચી હતી અને લક્ષ્મણને પોતાની વાતમાં લેવાની કોશિશ કરવા લાગી હતી. જ્યારે તે સંમત ન થયો, ત્યારે મહિલાએ તેને અશ્લીલ જાળમાં ફસાવી અને તેની હત્યા કરી દીધી હતી.

લક્ષ્મણે પાંચ લગ્ન કર્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર લક્ષ્મણની હત્યા અંગેની માહિતી 9 માર્ચે મળી હતી, ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તેણે પાંચ લગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું છે અને પાંચમી પત્ની સ્વાતિ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ(POLICE)નો દાવો છે કે સ્વાતિએ લક્ષ્મણની હત્યા તેના પેન્શનના પૈસા માટે કરી હતી. 

મહિલાએ આ માહિતી આપી

કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે સ્વાતિને શંકાના આધારે પકડી તેની પૂછપરછ શરૂ કરી હતી. પહેલા તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કડક પૂછપરછ કર્યા પછી તેણે પોતાનો ગુનો કબૂલ્યો. તેણે જણાવ્યું કે તે લક્ષ્મણની બેવફાઈથી ગુસ્સે હતી અને ઘણા મહિનાઓથી અલગ રહેતી હતી, પરંતુ હવે તે લક્ષ્મણને પાઠ ભણાવવાનો સંકલ્પબદ્ધ હતી, જેના કારણે આ ઘટના બની હતી. જો કે લક્ષ્મણ અને સ્વાતિને ત્રણ મહિનાનું બાળક પણ છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top