નવી દિલ્હી : શુક્રવારે ભારત જોડો યાત્રાનો (Connect India Journey) મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) 10મો દિવસ ચાલી રાહ્યો છે. હાલ રાહુલ ગાંધીની (Rahul Gandhi) યાત્રા તેના 86માં દિવસે અગર-માલવા જિલ્લામાં પહોંચી છે. જનાહા ગામથી સવારે 6 કલાકે તેઓએ અહીંથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થયો હતો. આ દરમ્યાન માળા ક્ષેત્રમાં યાત્રાના પ્રવેશ બાદ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. રોડનું બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યારે જ અહીંથી યાત્રા પસાર થતી વેળાએ પેસન્ટને લઇ જતી એક એમ્યુલન્સ (Ambulance) પસાર થઇ રહી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સમય સુચકતા બતાવી આ એમ્યુલન્સને તાત્કાલિક રસ્તો આપી દીધો હતો.આ ઘટનાની વિડીયો ક્લિપ સોશિઅલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ હતી જેમાં અનેક લોકોએ રાહુલની ખુબ તારીફો કરી હતી.
એમ્બ્યુલન્સને બહાર કાઢવા માટે આર્મી ઓપરેશન જેવો રસ્તો કાઢ્યો
ગુરુવારે ઉજ્જૈન જિલ્લામાં ભારત જોડો યાત્રા પસાર હતી. માળા બાદ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. આ દરમિયાન રોડનું બાંધકામ ચાલી રહ્યું હતું. ત્યારે લાંબા ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ અને QRFના જવાનોએ પણ એમ્બ્યુલન્સને બહાર કાઢવા માટે આર્મી ઓપરેશન જેવો રસ્તો કાઢ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસ યાત્રા દરમિયાન એમ્બ્યુલન્સને બહાર કાઢી રહી છે. પોલીસ અને QRFના જવાનોએ ત્રણ મિનિટમાં 250થી વધુ વાહનોને હટાવીને એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવ્યો હતો.
સોશિઅલ મીડિયા ઉપર વિડીયો ખુબ વાયરલ થયો હતો
એમ્યુલન્સમાં એક મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. આવું એક વાર નહિ પણ બે-ત્રણ વાર બન્યું. પોલીસ અને QRF જવાનોએ દરેક વખતે એમ્બ્યુલન્સને આગળ લઈ જવાની તૈયારી દર્શાવી હતી. આ દરમ્યાન રાહુલ ગાંધીએ તેમની ટિમને સૂચનાઓ આપી જતી જેથી તેના ઉપર તુરંત અમલ કરવામાં આવ્યો હતો. આખો ઘટના ક્રમ કેમેરામાં કેપ્ચર થયો હતો. અને ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાહુલ ગાંધીના ખુબ જ વખાણ થઈ રહ્યા છે.
યાત્રા હજુ મધ્ય પ્રદેશમાં પ્રવાસ કરશે
રાહુલ ગાંધીની સાથે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને તેમની પત્ની અમૃતા સિંહ અને દિગ્વિજય સિંહના પુત્ર અને ધારાસભ્ય જયવર્ધન સિંહ પણ હતા. સવારે 6 વાગે જનાહા ગામથી નીકળીને યાત્રા અગર જિલ્લાના તનોડિયા ગામમાં ચા વિરામ માટે રોકાઈ હતી. આ યાત્રા અગર જિલ્લામાં ત્રણ દિવસ અને બે રાત રોકાશે જે તેને ભારત જોડો યાત્રાની સૌથી લાંબી યાત્રા બનાવશે. અગર 97 કિમીનો પ્રવાસ કરશે. અગરથી યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરશે.