મને દક્ષિણ આફ્રિકામાં લાંબો સમયથી રસ છે અને 1995માં ત્યાં કામ કરવા જવાનું મેં વિચાર્યું પણ હતું. તે સમયે દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ વાર બહુવંશીય ચૂંટણી થઇ હતી અને નેલ્સન મન્ડેલા પ્રમુખપદે ચૂંટાયા. મને અત્યંત કઠીન લડત પછી દેશ માટે આઝાદી મેળવનાર દક્ષિણ આફ્રિકાનાં લોકો, તે પ્રદેશ વિગેરે વિશે જાત માહિતી જોઇતી હતી. પણ મને જે કામ જોઇતું હતું તે મળ્યું નહીં પણ મેં તેની ગતિવિધિઓ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું અને પ્રવાસ અને મિત્રો માટે મેં પાંચેક વાર પ્રવાસ પણ કર્યો પણ મને દક્ષિણ આફ્રિકામાં બે દાયકા કાઢનાર એક ભારતીય મોહનદાસ કરમચંદ ગાંધી વિશે ત્યાં સ્મૃતિ કેવી છે તે જાણવામાં રસ હતો.
જોહન સ્ટેનબર્ગના પુસ્તક વિની એન્ડ નેલ્સનને કારણે મારો રસ ફરી વધ્યો. આ પુસ્તક એવા દંપતીની વાત કરે છે જે આ સંઘર્ષમય રાષ્ટ્રમાં ડોકિયું કરવાની બારી બની ગયું છે. 1957માં વિનીને પહેલી વાર જોઇ ત્યારે નેલ્સન તેના સૌંદર્ય પર મોહિત થઇ ગયા હતા. વિનીનું વ્યકિતત્વ જ એવું હતું કે નેલ્સન અભિભૂત થઇ ગયા. નેલ્સનની ઉંમર વિનીથી 20 વર્ષ મોટી, તેને પત્ની અને બાળકો પણ હતાં છતાં વિનીના જાદુથી મુકત નહીં રહી શકયા. વિનીનું મન પણ આફ્રિકન નેશનલ કોંગ્રેસના આ ઉદિતમાન નેતા પર મોહી ગયું!
સ્ટેનબર્ગના આ પુસ્તકનું પેટા મથાળું છે! પોટ્રેટ ઓફ અ મેરેજ મેન્ડેલા દંપતીના દાયકાઓનાં દાંપત્ય જીવનનું યથાર્થ તથા સૌમ્ય ચિત્ર આ પુસ્તકમાં આલેખાયું છે અને ને સાથે તે સમયનો સામાજિક અને રાજકીય ઇતિહાસ પણ દેખાય છે. મેન્ડેલા દંપતીની ચિંતા સંઘર્ષ બલિદાન વગેરેનું સવિસ્તર વર્ણન છે. આ ઉપરાંત સ્વાતંત્ર્યની લડતમાં મેન્ડેલાના સાથીઓ અને હરીફો વિનીનું મિત્રમંડળ, દેશના કેટલાક રંગભેદી શાસકો, રંગભેદ વિરોધી સંઘર્ષના વિદેશી મિત્રો વગેરેનું પણ આલેખન થયું છે.
તેમાં દક્ષિણ ભારતમાં જન્મેલા અને સંયુકત રાષ્ટ્રોના એક નોંધપાત્ર અધિકારી એન્ડુસા એસ. રેડ્ડીના રંગભેદ વિરોધી આંદોલનને સહકારની વિગતે વાત કરી છે. ઉછેરમાં નસીબના આંગળિયાત રહેલા મેન્ડેલા દંપતીનાં તમામ સંતાનો પર પણ યોગ્ય ધ્યાન અપાયું છે. આ સંતાનો તે માત્ર પિતાના મહદાંશે ઉદાસીન વલણ અને ગેરહાજરીથી ઉપેક્ષિત જ રહ્યાં હતાં.
સ્ટેનબર્ગે વિની અને નેલ્સનના પરસ્પર બેવફાઇની વાત પણ શબ્દો ચોર્યા વગર લખી છે. નેલ્સન અને વિની પહેલી વાર મળ્યા પછીના એક વર્ષે 1957માં પરણ્યા હતા.
તેમને ઉપરાછાપરી બે બાળકો થયાં હતાં, પણ નેલ્સને તેમને મોટાં થતાં ભાગ્યે જ જોયાં હતાં. બીજા બાળકના જન્મ પછી નેલ્સનને ભૂગર્ભમાં છૂપાઇ જવું પડયું હતું. 1963માં તેમને કેદની સજા થઇ હતી. નેલ્સન ટેકનિકલી મુકત માનવી હતા ત્યારે પણ નેલ્સનની જિંદગીમાં લગ્નજીવનનું સ્થાન રાજકારણ પછીના ક્રમે હતું અને હવે તે વિની અને બાળકો નેલ્સનથી છૂટાં પણ પડી ગયાં હતાં. નેલ્સનના કારાવાસનો વિભાગ વાંચવા જેવો છે. નેલ્સનનાં 27 વર્ષના કારાવાસ દરમ્યાન તેનું જીવન, વિનીનું જીવન થોડાં વર્ષોનો સહવાસ એક બીજાના સંદર્ભમાં આલેખાયો છે. રોબેન ટાપુ પર નેલ્સન સખત કેદ ભોગવતી વખતે પણ ભાવિ રાજકીય વ્યૂહરચના કરતા હતા.
નેલ્સન મેન્ડેલા આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં હિંસાપ્રેમી સામ્યવાદીઓ અને મધ્યમાર્ગીઓ વચ્ચે કેવા અટવાઇ ગયા હતા એનું વર્ણન કરી સ્ટેનબર્ગ કહે છે કે આફ્રિકાની આઝાદીની લડતમાં પાન આફ્રિકન કોંગ્રેસ અને તેના નેતા રોબર્ટ સોબુક પણ મહત્ત્વનું પ્રદાન કરતા હતા. નેલ્સન મેન્ડેલાની કોંગ્રેસે ગોરાઓ અને ભારતીયો માટે દરવાજા ખુલ્લા રાખ્યા હતા ત્યારે સોબુકની કોંગ્રેસ માત્ર આફ્રિકનોને જ આ પ્રદેશના અધિકૃત રહેવાસીઓ માનતી હતી. મેન્ડેલા સોબુકને હરીફ જ નહીં જોખમી પણ ગણાતા હતા.
દરમ્યાન સોવેરોમાં વિની પોતાનું વેરવિખેર જીવન સમેટવામાં જ નહીં પણ પોતાની જાહેર કારકિર્દી અને નોકરી તેમજ રંગભેદી શાસનના જુલ્મથી બચવા માટે વ્યસ્ત હતા અને તેમણે પોતાને લોકોના એક નેતા તરીકે જાહેર કર્યા. પણ તેમની આસપાસ લેભાગુ સાથીદારો ભેગા થઇ ગયા અને તેઓ વિનીના નામે ગુંડાગીરી જોર જુલમ કરતા હતા. વિનીને કેટલીક બાબતોની જાણ ન હતી અને કેટલાકમાં તેની સંમતિ હતી.
1940ના દાયકાના ઉત્તરાર્ધમાં દક્ષિણ આફ્રિકાના ગોરા શાસકો છે. નેલ્સન સાથે વાટાઘાટ શરૂ કરી અને તેમને જાસૂસો મારફતે ચકાસી જોયા પણ નેલ્સનને ડગમગાવી શકાય તેમ નહતું. 1922માં અમદાવાદમાં ગાંધીજી સામે રાજદ્રોહનો ખટલો ચલાવનાર જજ રોબર્ટ બ્રૂમફીલ્ડે લખ્યું હતું કે તમારી સાથે મતભેદ ધરાવનારાઓ પણ તમને આદર્શ સંત માને છે. તમને સજા કરવી પડે તેમ છે માટે કહું છું પણ તેમાં સરકાર ઘટાડો કરે તો સૌથી વધુ હું રાજી થઇશ.
મેન્ડેલા અને ગાંધીજી આ બાબતમાં સરખા હતા. 1990ના ફેબ્રુઆરીમાં 27 વર્ષની કેદ પછી નેલ્સનનો જેલમાંથી છૂટકારો થયો અને વિની અને નેલ્સન પાછા એક થયા પણ પછી બંનેના રસ્તા અલગ થવા માંડયા. વિનીના લફરાની બાતમીથી નેલ્સન અને આફ્રિકન નેશનલ કોંગ્રેસ બંને ભાંગવા માંડયા. વિનીની ગુંડા ટોળકીનાં કારનામાં બહાર આવતાં ગયાં. નેલ્સને વિનીનાં કરતુતો પર ઢાંકપિછોડો કરવાની નિષ્ફળ કોશિશ કરી. 1996માં બંનેની ફારગતિ થઇ. 2013ના ડિસેમ્બરમાં અંતિમ શ્વાસ લેવાયા ત્યાં સુધીની નેલ્સનની કથની આ પુસ્તકમાં છે. નેલ્સનની અંતિમ ક્ષણોએ વિનીએ લીધેલી મુલાકાતની વાત હૃદયસ્પર્શી છે. વિની એન્ડ નેલ્સને આ દંપતીના હૃદયમાં અને રાજકીય સ્તરે ઊંડું સંશોધન છે. આ પુસ્તક એક સાથે જીવનચરિત્ર, ઇતિહાસ અને રાજકીય ટીકાટિપ્પણ છે. દક્ષિણ આફ્રિકા પ્રત્યે રુચિ નહીં હોય તેને પણ આ પુસ્તક સ્પર્શી જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.