Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસ આ દિવસે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે

ahemdabad : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (election) જાહેર થતા જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ ( congress) દ્વારા ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરવા રાતોરાત બેઠકનું સ્થળ બદલવામાં આવ્યું હતું અને ગાંધીનગર ( gandhinagar) નજીક પ્રાંતિયા ગામ ખાતે ફાર્મ હાઉસ ( farm house) માં આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં પ્રદેશ અગ્રણીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી લઈને કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ( rajiv gandhi bhavan) ખાતે બેઠકોનો દૂર ચાલી રહ્યો છે, પરંતુ ટિકિટોની પસંદગીને આખરી ઓપ આપવા માટે કોંગ્રેસ અગ્રણી દ્વારા કોંગ્રેસ ભવન પાલડી ખાતે ઉમેદવારોની દાવેદારી માટે સમર્થકો સાથે ટોળાઓ ઉમટી પડતા હોય છે. જેને લઇને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રાતોરાત બેઠકનું સ્થળ બદલીને ફાર્મ હાઉસમાં બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર નજીક પ્રાંતિયા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ (rajiv satam) , અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અનેક સિનિયર આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં મહાનગરપાલિકાઓમાં ઉમેદવારની પસંદગી લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૧લી ફેબ્રુઆરી આસપાસ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ ત્રણ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરશે. પહેલા તબક્કામાં જે બેઠક ઉપર સિંગલ નામ નક્કી થયા હશે, તેની યાદી બહાર પાડવામાં આવશે. ત્યારબાદ બીજી યાદીમાં ત્રણ પેનલ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર નક્કી કરી તેની યાદી બહાર પડાશે. જ્યારે ત્રીજી અને અંતિમ યાદીમાં જે બેઠક ઉપર ભારે કશ્મકશ તેમજ ઉમેદવારોની સંખ્યા વધુ હશે, તેમજ ખેંચતાણ જણાતી હશે, તેવી બેઠકો પરનીના ઉમેદવારોની પસંદગી કરી આખરી યાદી તૈયાર કરવામાં આવશે. કોગ્રેસના ટોચના સુત્રોએ વધુમાં કહ્યું હતું કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે દાવેદાર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં રજૂઆતો કરવા આવતા હોય છે. જેના પગલે પસંદગી પ્રક્રિયાની કામમાં વિક્ષેપ તથા વિલંબ ઉભો ન થાય તે માટે સ્થળ બદલવામાં આવ્યું હતું. પ્રદેશ કોગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીઓ સંદર્ભમાં અન્ય બેઠકો ચાલી જ રહી છે


15 વર્ષથી વિપક્ષમાં હોવા છતાં મનપાની ચૂંટણી માટે અમદાવાદ કોંગ્રેસમાં રાફડો ફાટયો અમદાવાદ મનપાની ચૂંટણીમાં 48 વોર્ડમાંથી કોંગ્રેસ તરફથી લગભગ 1250 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઉમેદવારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં લગભગ 690 જેટલા જ્યારે પૂર્વ વિસ્તારમાં છ 775 જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવવામાં આવતા ટિકિટ પસંદગીને લઈને કોંગ્રેસ અગ્રણીઓ પણ દ્વિધામાં મુકાયા છે, અને ટિકિટ પસંદગી પ્રક્રિયા પણ વધુ જટિલ બની ગઈ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉમેદવારી પસંદગી અંગે જણાવ્યું હતું કે સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top