ગાંધીનગર: કોંગ્રેસ (Congress) પાર્ટી આમ તો હંમેશા વિવાદ (Controversy) માં જ રહે છે. ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી વિવાદમાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા મિલકતોનું 3 વર્ષનું રૂપિયા 19 કરોડનું ભાડું ચુકવવામાં આવ્યું નથી. આ દેવું કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 પ્રોપર્ટીઝનાં ભાડાંની છે. એક ગુજરાતી યુવકે કરેલી RTIમાં આ ખુલાસો થયો છે. ત્યારે હવે આ ભાડું ભરવા માટે ભાજપે અભિયાન ઉપાડ્યું છે.
કોંગ્રેસ ચૂંટણી હારી ગયા બાદથી સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ સરકાર દ્વારા ફાળવેલા મકાનો ખાલી કર્યા નથી અને તે સાથે જ તે મકાનોના ભાડા પણ ચૂકવ્યા નથી, જેના પગલે 19 કરોડનું બાકી લેણું નીકળી રહ્યું છે. આ ખુલાસો એક ગુજરાતી દ્વારા કરાયેલી RTIમાં થયો છે. હવે ભાજપ દ્વારા આ મુદ્દાને ઉછાળવામાં આવ્યો છે. ભાજપના એક નેતાએ ‘સોનિયા ગાંધીના બેન્ક ખાતામાં 10 રૂપિયા જમા કરાવો’ એવી ટેગલાઈન હેઠળ ફંડ ભેંગુ કરવા પબ્લીકને અપીલ કરતી ટ્વીટ કરી છે.
કોંગ્રેસ પાર્ટી તેમજ સોનિયા ગાંધી (Sonia Gandhi) દ્વારા ભાડું ચૂકવવામાં નહી આવતા વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પાર્ટીના માથે 19 કરોડનું પ્રોપર્ટી ભાડાનું દેવું છે. કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 મકાનનુંનું ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીએ ભાડું ભર્યું નથી. એક ગુજરાતી યુવકે કરેલી RTIમાં આ બાબતનો ખુલાસો થયો છે. આ આરટીઆઈ ગુજરાતના મીઠાપુરના સુજિત પટેલે કરી હતી, જે વિભાગની પાસે 3 જાન્યુઆરી 2022ના રોજ પહોંચી હતી.
શું છે સમગ્ર મામલો?
સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 26 અકબર રોડ (સેવાદળ) બંગલાનું ભાડું ડિસેમ્બર 2012થી જમા કરાવ્યું નથી. બીજી તરફ 10 જનપથનું સપ્ટેમ્બર 2020થી અને ચાણક્યપુરીના મકાનનું ભાડું ઓગસ્ટ 2013થી ચૂકવ્યું નથી. ચાણક્યપુરીનો બંગલો ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને 23 ફેબ્રુઆરી 2985ના રોજ ફાળવવામાં આવ્યો હતો. આ મકાનનો પક્ષ દ્વારા પાર્ટી ઓફિસ તરીકે ઉપયોગ કરવાનો હતો. રાયસીના રોડનો બંગલો યુથ કોંગ્રેસના કબ્જામાં છે જ્યારે 26 અકબર રોડ અને ચાણક્યપુરીના બંગલો પાર્ટીના કામકાજના ઉપયોગ માટે લેવાય છે. 26 અકબર રોડના બંગલાનું ભાડુ 12.69 લાખ, ચાણક્યપુરીના બંગલાનું ભાડુ 5.07 લાખ અને 10 જનપથનું ભાડુ 4,610 રૂપિયા બાકી છે.
બજારથી ભાડું ઓછું હોવા છતાં કોંગ્રેસ ચૂકવતી નથી, મોદી સરકારે અનેક નોટીસ મોકલી
આ બંગલાઓની ફાળવણી 9 વર્ષ પહેલાં રદ કરી દેવાઈ હતી અને તે 2013માં ખાલી કરવાના હતા. એવો ખુલાસો આરટીઆઈમાં કરાયો છે. કોંગ્રેસને દિલ્હીમાં ઓફિસની ઈમારત બનાવવા માટે 2010માં જમીન આપવામાં આવી હતી. જમીન ફાળવ્યાના 3 વર્ષ એટલે કે 2013માં બિલ્ડિંગ બનાવી લેવાનું હતું અને 4 બંગલાને 2013માં ખાલી કરવાના હતા. કોંગ્રેસ કમિટી દ્વારા બંગલાનો કબ્જો જાળવી રાખવા 3 વર્ષની મુદ્દત વધારવા માંગ કરાઈ હતી. 2017માં બીજી વખત કોંગ્રેસને નોટીસ મોકલાઈ હતી. મોદી સરકારે કોંગ્રેસને અનેક નોટીસો મોકલી તેમછતાં હજુ સુધી કોંગ્રેસ દ્વારા એકેય બંગલા ખાલી કરાયા નથી અને તેનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી. બજાર કિંમતથી ભાડું ખૂબ જ ઓછું હોવા છતાં કોંગ્રેસ તે ચૂકવતી નથી.
ભાજપના નેતાએ પબ્લીકમાં મામલો ઉછાળ્યો
હાલ આ મામલો સામે આવ્યા બાદ ભાજપે ફંડ ભેગુ કરીને બાકી ચુકવણીનું અભિયાન શરૂ કર્યું છે. ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યુ કે, જ્યારે ભાડા બરાબર રકમ ભેગી થઈ જશે તો સોનિયા ગાંધીને મોકલવામાં આવશે. આ અભિયાનની શરૂઆત તેજિંદર બગ્ગાએ બુધવારે સોશિયલ મીડિયા પર કરી છે. બગ્ગાએ કહ્યુ કે, રાજકીય મતભેદો છોડીને હું એક વ્યક્તિના રૂપમાં મદદ કરવા ઈચ્છુ છું. મેં એક અભિયાન શરૂ કર્યુ અને સોનિયા ગાંધીના ખાતામાં 10 રૂપિયા મોકલ્યા.