Vadodara

મોંઘવારી વિરોધમાં કોંગ્રેસના દેખાવ : 35થી વધુની અટકાયત

વડોદરા : મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે, શહેર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ ,ડીઝલ દૂધ અને રાંધણ ગેસ ના ભાવ વધાતા આજે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.એક સપ્તાહ સુધી જ જન ચેતના કાર્યક્રમ અંતર્ગત રોજે રોજ મોંઘવારી ના વિરોધ માં સરકાર સામે આંદોલન કરવામાં આવશે. આજે સયાજીગંજ ડેરી દેન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હાય રે મોદી હાય હાય ના નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નેતાઓના પહેરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો તો આ 35 થી વધુ કાર્યકરતા ની અટકાયત કરવામાં આવી હતી.

મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે આમ આદમીની બજેટ ખોરવાયું છે તેને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તા ૭જુલાઈ થી ૧૭જુલાઈ દરમિયાન સમગ્ર ભારત માં વધતી મોંઘવારી ના વિરોધ માં ઠેર ઠેર આંદોલન કરવામાં આવશે.   સયાજીગંજ સરદાર પટેલ ની પ્રતિમા પાસે ગેસના ભાવ વધારા ના વિરોધમાં આજે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. હાય રે મોદી હાય હાય હાય રે ભાજપ હાય અને મોંઘવારી દૂર કરોના નારા લગાવ્યા હતા.

જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વચન આપવામાં આવ્યો હતો કે હવેથી દેશની ગૃહિણીઓ  ને ચૂલા સલગાવી ધુમાડા સહન કરવાની જરૂર નહીં પડે પરંતુ જ્યારથી દેશમાં ભારતીય જનતા પાર્ટીમાં શાસન આવ્યું છે .ત્યારથી જ ડગલેને પગલે રાંધણગેસના ભાવ થોડી 300 થી લઈને 832 રૂપિયા સુધી પહોંચી ગયા છે. મોંઘવારીને કારણે દેશની જનતા અને ખાસ કરીને ગૃહિણીઓ અને ગેસના બોટલ છોડી ચૂલો સળગાવવાની ફરજ પડી છે.

તેથી આજે શહેર પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા સયાજીગંજ ખાતે પ્રતિકાત્મક રૂપે ચૂલો  સળગાવી પ્રધાનમંત્રીશ્રી ને એમના જુના વચનો યાદ કરાવ્યા તેમજ લોકસભાના સભ્ય હેમા માલિની અને સ્મૃતિ ઇરાની ના માસ્ક પહેરી ભૂતકાળમાં કૉંગ્રેસના શાસનમાં ફક્ત ૫ રૂ નો વધારો થતો હતો ત્યારે રસ્તા પણ આ વિરોધ કરતા હતા. અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પાંચસો રૂપિયાનો વધારો થયો હોવા છતાં પણ બંને સાંસદો ચૂપ બેઠા છે.  કોંગ્રેસ દ્વારા ચૂલો સળગાવી ચા બનાવવાનો પ્રયાસ કરી વિરોધ પ્રયાસ કર્યો હતો તેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. બુધવાર યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષ નેતા અમીબેન રાવત,પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ, સહિત કોંગ્રેસના 35 જેટલા કાર્યકર્તાઓ ની અટકાયત કરવામા આવી હતી.

Most Popular

To Top