Gujarat

કોંગ્રેસ જુઠ્ઠાણા સામે લડી રહી છે, લીગલ નોટિસ આપી રહી છે : જયરામ રમેશ

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પૂજ્ય બાપુના આશીર્વાદથી કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આઝાદીની લડતમાં તે વખતે જે લોકોએ ભારત છોડોનું સમર્થન નહોતું કર્યું, તે વિચારધારા આજે પણ ભારત જોડો યાત્રાનો વિરોધ કરે છે. અમદાવાદમાં નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં ભારત જોડો સ્લોગન દેખાઈ રહ્યા છે, એ જ ભારત જોડો યાત્રાની સફળતા છે, તેવું પ્રદેશ કોંગ્રેસ ખાતે આયોજિત પ્રદેશ મીડિયા વર્કશોપમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એઆઈસીસીના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું.

જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીની “ભારત જોડો” પદયાત્રા આ કોંગ્રેસ પક્ષનો એક માસ કોન્ટેક્ટ પ્રોગ્રામ છે. દરરોજ સવારે ૬ કલાકે પૂજ્ય ગાંધી બાપુની પ્રિય પ્રાર્થના ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ‘રધુપતિ રાઘવ રાજા રામ’ બાદ ‘ભારત જોડો યાત્રા’ પ્રસ્થાન કરે છે, જેવી વિવિધ ભારત જોડો યાત્રા અંગેની માહિતી જનજનને મળી રહે તે માટે “ભારત જોડો યાત્રા”ને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોમ પર લાઇવ કરો. “ભારત જોડો યાત્રા” સહીત ગુજરાતમાં કોંગ્રેસપક્ષનું “કામ બોલે છે“ તે વક્તા, પ્રવકતા, પેનાલીસ્ટઓ આક્રમકતાથી માધ્યમો સમક્ષ તથ્યો સાથે રજુ કરે. કોંગ્રેસ પક્ષ આક્રમતાથી જુઠ્ઠાણા સામે લડી રહી છે. સત્યથી વેગળી દરેક બાબતે કોંગ્રેસ પક્ષ લીગલ નોટિસ આપી રહી છે આ નવી કોંગ્રેસ છે, આક્રમક કોંગ્રેસ છે અને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ”માં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જન સમર્થન, જન આશીર્વાદથી ૧૨૫થી વધુ બેઠક સાથે જન જનની સરકાર બનાવશે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, છાસવારે પેપરલીકની ઘટનાઓ, મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર, અણઘડ વહીવટ સહિતના મુદ્દાઓ લઈ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘેરવામાં આવશે. ત્યારે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક-પ્રિન્ટ મીડિયાની ભૂમિકા મહત્વની બની જાય છે. જિલ્લા-તાલુકા કે સ્થાનિક સ્તરે યોજાતી ટીવી ડીબેટ, ચર્ચામાં અવશ્ય ભાગ લેવો અને પ્રદેશમાંથી આપવામાં આવતી પ્રેસનોટ, ઇન્ફોર્મેશન સાથે રીસર્ચ વર્ક કરી સત્ય અને તથ્યો સાથે ભાજપને જડબાતોડ જવાબ આપવો. ભારત જોડો વિષે આર્ટીકલ લખો, ભાજપના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, નિષ્ફળતાઓ પર આર્ટીકલ લખી સોશિયલ મીડિયા સહીત સ્થાનિક પેપરમાં પ્રેસનોટ મોકલી ભાજપના નકલી ભ્રષ્ટાચારી મોડેલની પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પાડો. સાથોસાથ કોંગ્રેસ પક્ષમાં આઠ વચનો- દ્વારકા સંકલ્પ પત્ર- મેનીફેસ્ટોના વચનોને પણ જનજન સુધી પહોચાડો.

Most Popular

To Top