Business

કોંગ્રેસ સાંસદ ફૂલો દેવી નેતામ સંસદમાં બેહોશ થયા, NEET મુદ્દે વિરોધ કરતી વખતે તેમની તબિયત લથડી

NEET પેપર લીક મુદ્દે રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. વિપક્ષ પેપર લીક મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસ (Congress) વતી મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. આ મુદ્દે રાજ્યસભા અને લોકસભા (Loksabha) બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. NEET પરના હોબાળા વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામની તબિયત લથડી અને તેઓ ઢળી પડ્યા હતા. આ પછી તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

કેવી રીતે બની ઘટના?
કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામ NEETના મુદ્દે ગૃહના વેલમાં વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન તે ચક્કર આવતાં નીચે પડી ગયા હતા. આ પછી તેમને સંસદમાંથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. સાંસદને આરએમએલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વિપક્ષના સાંસદો પણ આરએમએલમાં પહોંચ્યા હતા. વિપક્ષના સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.

મલ્લિકાર્જુન ખડગે હોસ્પિટલ પહોંચ્યા
મલ્લિકાર્જુન ખડગે ફૂલદેવી નેતામને જોવા હોસ્પિટલ પહોંચ્યા છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે નિયમ 267 હેઠળ અમે ગૃહમાં NEET પરીક્ષાના મુદ્દા પર વિશેષ ચર્ચાની માંગ કરી રહ્યા છીએ અને તે પછી અમે અમારી માંગણીઓ જણાવીશું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ડૉક્ટરે કહ્યું છે કે સાંસદની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. તે હવે તેમને સીટી સ્કેન માટે લઈ જઈ રહ્યા છે. સીટી સ્કેન બાદ જ ખબર પડશે કે માથામાં કોઈ અસર થઈ છે કે કેમ. બાકીની તપાસ માટે તેમણે 1 કે 2 દિવસ અહીં રહેવું પડશે. સંપૂર્ણ રિકવરી માટે સંપૂર્ણ તપાસ જરૂરી છે.

Most Popular

To Top