National

માતા સાથે હળવી પળો માણતા રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ, PM મોદીની માતા માટે કરી પ્રાર્થના

કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધી (Rahul Gandhi) બુધવારે કોંગ્રેસના 138માં સ્થાપના દિવસમાં ભાગ લેવા માટે દિલ્હી (Delhi) પહોંચ્યા હતા. ભારત જોડો યાત્રામાં જબરજસ્ત જોશ અને ઉત્સાહ દેખાડ્યા બાદ રાહુલ અહીં ખૂબ જ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેઓ તેમની માતા (Mother) સાથે હળવી પળો માણતા જોવા મળ્યા હતા. આ પહેલા પત્રકારો સાથે વાત કરતા રાહુલે ઠંડી દરમિયાન ટી-શર્ટ પહેરવાનું રહસ્ય જણાવ્યું હતું, જ્યારે કાર્યક્રમ દરમિયાન તે પોતાની માતા સોનિયા ગાંધી સાથે હસતા અને મજાક કરતા પણ જોવા મળ્યા હતા. તેઓએ પીએમ મોદીની માતાના સારા સ્વાસ્થ્ય માટે પણ ટ્વીટ કર્યું હતું.

એક પ્રસંગે સોનિયા સાથે વાત કરતી વખતે રાહુલે માતા સોનિયા ગાંધી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં તેમનો ચહેરો પકડી લીધો હતો. જોકે સોનિયાએ તેમને ઠપકો આપ્યો હતો અને હાથ ખસેડી લીધો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા અંબિકા સોની પણ રાહુલ અને સોનિયા ગાંધી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બીજી તરફ પીએમ મોદીની માતા હીરાબાની તબિયત બગડવાના સમાચાર સાંભળીને પણ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમના માતાની તબિયતના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. ટ્વિટર પર ઘણા યુઝર્સ હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આમાં ભાજપના નેતાઓ અને સમર્થકો ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અમૂલ્ય છે. મોદીજી આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

બીજેપી નેતા પ્રીતિ ગાંધીએ ટ્વીટ કર્યું, “હોસ્પિટલનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીની માતા હીરા બા મોદીને અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત હવે સ્થિર છે.” હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું. બીજી તરફ હીરાબાને અમદાવાદની જે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે તે હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની હાલત સ્થિર છે.

Most Popular

To Top