અમદાવાદ: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો પત્ની સાથેનો વિવાદ અવારનવાર સામે આવતો હોય છે. પરંતુ આ વખતે વિવાદ વધુ વણસી ગયો છે. કારણ કે ભરતસિંહ સોલંકીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચે બબાલ થતી હોવાનું દેખાઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
યુવતીએ પતિ-પત્નીના સંબંધ બગાડ્યા હોવાનો દાવો
વાયરલ વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે કે કોંગ્રી નેતા ભરતસિંહ કોઈ અજાણી મહિલા સાથે હોય છે તે દરમિયાન તેમની પત્ની ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાર પછી ભરતસિંહની પત્નીએ હોબાળો મચાવ્યો હતો. ભરતસિંહના પત્નીએ આ અજાણી યુવતી સાથે તેમના સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ યુવતી અને ભરતસિંહના પત્ની વચ્ચે બબાલ થાય છે. એટલું જ નહીં, યુવતીએ પતિ-પત્નીના સંબંધ બગાડ્યા હોવાનો ભરતસિંહના પત્નીએ આરોપ લગાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચે થયેલી બબાલનો વાયરલ વીડિયોની ગુજરાત મિત્ર પુષ્ટિ નથી કરતુ.
હું મનાવવા ગઈ હતી, પણ રૂમમાં તો પહેલાથી બીજી બેઠી હતી: પત્ની
કોંગ્રેસના દિગગજ નેતા ભરતસિંહ સોલંકીની રંગરેલીયાનો કથિત વિડીયો વાઇરલ થયા બાદ ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. રેશ્મા પટેલે વાઇરલ વીડિયોની પુષ્ટિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના ગત મોડી રાત્રે જ બની હતી. આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે આ સમગ્ર ઘટના બની હોવાની વાત કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હું છેલ્લા ઘણા દિવસોથી ભરતસિંહ પર વોચ રાખી રહી હતી. ત્યારે ગત રોજ પત્ની રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકીનો પીછો કર્યો હતો. સૌથી પહેલા મેં જોયું કે ભરતસિંહ આઈસ્ક્રીમ ખાઈ બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં એક અજાણી યુવતી સાથે બંગલામાં રંગરેલિયા માનવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું ત્યાં ભરતસિંહને મનાવવા ગઈ હતી. પરંતુ અહીં મેં ચિત્ર કંઈક અલગ જ જોયું હતું. રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું કે, હજુ પણ હું ભરતસિંહને માફ કરવા તૈયાર છું.’
છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો છે વિવાદ
ભરતસિંહ સોલંકીનો તેની પત્ની રેશ્મા સાથે છેલ્લા ૪ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ પણ આ વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ભરતસિંહ સોલંકીએ પોતાની પત્નીને ઘરમાં પ્રવેશ ન આપવા દેતા હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જો કે ત્યારબાદ પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. જો કે ત્યારબાદ સુરક્ષા મળતાં તેઓ ઘરમાં આવ્યા હતા.
રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી
આ અંગે તેઓએ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી. રેશ્મા પટેલે આ મામલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય મળ્યો નથી. હાલ મારી આર્થિક સ્થિતિ હાલ સારી નથી. મને ન્યાય મળે એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું.