National

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા, પ્રતિ લીટર ત્રણ રૂપિયાનો વધારો

કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકોને મોંઘવારીનો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 3 રૂપિયા અને 3.05 રૂપિયાનો વધારો થયો છે.

કર્ણાટક સરકારે ઈંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે પેટ્રોલના ભાવમાં ત્રણ અને ડીઝલના ભાવમાં લગભગ 3.05 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે પેટ્રોલના સેલ્સ ટેક્સમાં 29.84 ટકા જ્યારે ડીઝલના સેલ્સ ટેક્સમાં 18.44 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની અસર અંગે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને જણાવ્યું કે કર્ણાટકમાં તાત્કાલિક અસરથી પેટ્રોલની કિંમતમાં લગભગ 3 રૂપિયાનો વધારો થશે જ્યારે ડીઝલની કિંમતમાં 3.05 રૂપિયાનો વધારો થશે.

ગ્રાહકોના ગજવા પર અસર
આ નિર્ણયની અસર ગ્રાહકોના ગજવા પર પડશે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર પણ તેની અસર પડવાની શક્યતા છે. રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. લોકો રોજીંદી અવરજવર માટે મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરે છે. ઉપરાંત ઈંધણના ભાવમાં વધારાને કારણે સાર્વજનિક પરિવહનમાં ટિકિટના દરમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી 2024 બાદ દેશની મોટી દૂધ કંપનીઓએ ભાવ વધારવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના નિર્ણયથી જનતા પર બોજ વધવાની શક્યતા છે.

કોંગ્રેસ શાસિત પંજાબમાં મોંઘી વીજળી
ઉલ્લેખનીય છે કે કર્ણાટક પહેલા પંજાબની કોંગ્રેસ સરકારે વીજળીના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે પંજાબમાં ઘરેલું અને ઔદ્યોગિક વીજળીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી કિંમતો 16 જૂનથી લાગુ થશે. જોકે સરકારે જનતાને મોટી રાહત આપી છે. સરકારે તે 300 યુનિટ પર 10-12 પૈસા પ્રતિ યુનિટ ભાવ વધાર્યા છે જે સરકાર મફતમાં આપી રહી છે. એટલે કે જનતા પર આનો બોજ નહીં પડે. રાજ્ય સરકાર પોતે આ બોજ ઉઠાવશે.

Most Popular

To Top