National

‘કોંગ્રેસ અસ્થિરતા, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણની જનની છે…, ભાજપના સંમેલનમાં PM મોદીનો પ્રહાર

નવી દિલ્હી: પીએમ મોદીએ (PM Modi) આજે રવિવારે ભારત મંડપમમાં (Bharat Mandapam) આયોજિત બીજેપીના (BJP) રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાના સંબોધનની (Address) શરૂઆત જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ (Tribute) આપીને કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, ‘આ મારા માટે વ્યક્તિગત નુકસાન જેવું છે. હું તેમને ઘણી વખત મળ્યો છું. થોડા મહિના પહેલા જ હું મારું ટૂર શેડ્યૂલ બદલીને વહેલી સવારે તેમને મળવા ગયો… ત્યારે મને ખબર ન હતી કે હું ક્યારેય તેમને ફરી જોઈ શકીશ નહી. આજે તમામ દેશવાસીઓ વતી હું સંત શિરોમણી આચાર્ય શ્રી 108 પૂજ્ય વિદ્યાસાગર જી મહારાજને આદર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આટલું કહીને વડાપ્રધાનનું ગળું ભરાઇ ગયું હતું. તેમજ તેઓ ભાવુક થઈ ગયા હતા અને થોડા સમય માટે પોતાનું સંબોધન અટકાવી દીધું.

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના કાર્યકરો અને અધિકારીઓમાં ઉત્સાહ જગાવતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ભાજપના કાર્યકર્તાઓ વર્ષના દરેક દિવસે 24 કલાક દેશની સેવા કરવા માટે કંઈકને કંઈક કરતા રહે છે. પરંતુ હવે આગામી 100 દિવસ નવી ઉર્જા, નવા જોશ, નવા ઉત્સાહ, નવા વિશ્વાસ અને નવા જોશ સાથે કામ કરવાના છે. આજે પણ વિપક્ષી નેતાઓ એનડીએ સરકાર 400 પર નારા લગાવી રહ્યા છે. તેમજ એનડીએને 400 પાર કરવા માટે ભાજપે 370નો માઈલસ્ટોન પાર કરવો પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે 18મી ફેબ્રુઆરી છે અને આ સમયગાળા દરમિયાન જે યુવાનો 18 વર્ષના થયા છે તેઓ દેશની 18મી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે. આપણે બધાએ આગામી 100 દિવસ સાથે મળીને કામ કરવાનું છે. દરેક નવા મતદાર, દરેક લાભાર્થી, દરેક વર્ગ, સમાજ, સંપ્રદાય, પરંપરા સુધી પહોંચવું પડશે. આપણે બધાનો વિશ્વાસ મેળવવો પડશે. દરેકના પ્રયાસો થશે ત્યારે ભાજપને દેશની સેવા કરવા માટે મહત્તમ બેઠકો મળશે.

પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપીના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન પોતાના સંબોધનમાં વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ‘આપણી વિપક્ષી પાર્ટીઓ ભલે યોજનાઓ પૂર્ણ ન કરી શકે. પરંતુ ખોટા વચનો આપવામાં તેમનો કોઇ જવાબ નથી. દરમિયાન આજે આ તમામ રાજકીય પક્ષો વચન આપતા ડરે છે.’

Most Popular

To Top