Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તૈયારીઓ તેજ બનાવી છે. દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ગુજરાતના સિનિયર અગ્રણીઓ સાથે આગામી ચૂંટણી માટેની રણનીતિ ઘડવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાને મળી હતી અને તેની અધ્યક્ષતા રાહુલ ગાંધી અને ખડગેએ સંયુક્ત રીતે કરી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ પૈકી પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, રાજયસભાના સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શકિત્તસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર અને પરેશ ધાનાણી તેમજ ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંગઠનને બૂથ સ્તરે મજબૂત બનાવવાના પ્રયાસો, સંભાવિત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, યુવાનો અને મહિલાઓ સુધી પહોંચ વધારવા માટેના કાર્યક્રમો તેમજ મતદારો સાથે સીધો સંપર્ક વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજ્યમાં સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરવાની દિશામાં સંકેત આપ્યો છે. દિલ્હીમાં થયેલી આ બેઠકને ગુજરાતમાં કોંગ્રેસની ચૂંટણી તૈયારી માટે મહત્ત્પૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાત આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે પણ ચર્ચા થવા પામી હતી.

Most Popular

To Top