Gujarat

ગુજરાતભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સાંસદ પદ રદ્દ થયા બાદ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર દેશમાં સરકાર અને પીએમ મોદી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવી રહ્યું છે. વડોદરા,ભાવનગર જેવા શહેરોમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે ગુજરાત પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, કેટાલાક શહેરોમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં જગદીશ ઠાકોર સહિત 150 નેતાઓની અટકાયત કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ થયા બાદ આજે 26 માર્ચે અમદાવાદ સહિત ઘણા મોટા શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ દ્વારા લાલ દરવાજા રૂપાલી સિનેમા સામે ધરણાનું આયોજન કર્યું હતું. પરંતુ ધરણાં શરૂ થતાં જ પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતાઓ સહિતના કોંગ્રેસના 150 જેટલા નેતા તેમજ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. રાહુલજી તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ જેવા નારા સાથે ધરણાં કરવામાં આવ્યા હતા. પોલીસે કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.

વડોદરામાં પોલીસે ટીંગાટોળી કરી પ્રદર્શનકારીઓની અટકાયત કરી
વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવાના વિરોધમાં કોંગ્રેસના ધરણાં યોજ્યા હતા. પરંતુ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના 25 જેટલા નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. એક સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળતા હતા. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી.

ભુજમાં પણ કોંગ્રેસના કાર્યકોરનું વિરોધ પ્રદર્શન
કચ્છ જિલ્લા કોંગ્રેસે ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે એક દિવસીય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે સવારે 10:30થી સાંજના 5 સુધી નિર્ધારિત શાંતિપૂર્ણ ધરણાંની શરૂઆત સાથે જ પોલીસે ધરણાં પર બેઠેલા 40 જેટલા કોંગી કાર્યકરોને બળજબરીપૂર્વક અટકાયત કરીને પ્રદર્શનને બંધ કરાવી દેતા ઘર્ષણના દ્રષ્યો સર્જાયા હતા.

Most Popular

To Top