છત્તીસગઢ: ગેમિંગ એપ (Gaming App) કૌભાંડમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Modi) પણ કોંગ્રેસ પર આક્ષેપબાજી શરૂ કરી છે. છત્તીસગઢના (Chhattisgarh) દુર્ગમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ લૂંટના રૂપિયાથી પોતાના ઘર ભરી રહ્યાં છે. કોંગ્રેસે તો મહાદેવને (Mahadev) પણ છોડ્યા નથી. તેમના નામનો પણ દુરુપયોગ કર્યો છે. વડાપ્રધાનનો ઈશારો મહાદેવ ગેમિંગ એપ સ્કેમ તરફ હતો.
છત્તીસગઢના મુખ્યમંત્રી કહે, મહાદેવ એપ કૌભાંડ સાથે તેમનો શું સંબંધ છે?
મહાદેવ એપ સ્કેમનો ખુલાસો થયો હતો. આ સ્કેમમાં ભૂપેન્દ્ર બઘેલનું નામ બહાર આવ્યું છે, ત્યારે વડાપ્રધાને કહ્યું કે, બે દિવસ પહેલા એક રેઈડ પડી હતી.કોંગ્રેસના નેતાઓ લૂંટના પૈસાથી ઘર ભરી રહ્યા છે. છત્તીસગઢ સરકારે જનતાનો વિશ્વાસ તોડ્યો છે. તેમણે મહાદેવનું નામ પણ નથી છોડ્યું. છત્તીસગઢના મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે આ કૌભાંડ સાથે તેમનો શું સંબંધ છે. ગરીબોને મહાદેવ એપ દ્વારા લૂટવામાં આવ્યા છે.
ભાજપ જે કહે છે તે કરે છે: મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું છત્તીસગઢ ભાજપની આખી ટીમને અભિનંદન આપું છુ કે તેઓએ ગઈકાલે એક સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. જે તમારા સપનાઓને સાકાર કરશે. આ સંકલ્પ પત્રમાં છત્તીસગઢની માતાઓ-બહેનો, યુવાનો અને ખેડૂતોને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે ‘અમે જે કહીએ તે કરીયે છીયે. કોંગ્રેસનો તો રેકોર્ડ જ જુઠાણુ પ્રસ્તુત કરવું અને પોતાની તિજોરીઓ ભરવાનો છે.
બઘેલે ભાજપને વળતો જવાબ આપ્યો
મહાદેવ ગેમિંગ એપ ગોટાળામાં નામ ઉછળ્યા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. ભૂપેશ બઘેલે કહ્યું કે ભાજપ ચૂંટણી લડતું નથી. એજન્સીઓ લડે છે. તમામ એજન્સીઓ ભાજપના પક્ષમાં છે. મને બદનામ કરવામાં આવી રહ્યો છે. ભાજપીઓને કોઈ શરમ નથી. ભાજપ મારાથી ડરી ગઈ છે. તેથી મને બદનામ કરવા પ્રયાસ કરી રહી છે.
સીએમ બધેલે કર્યો પલટવાર
પોતાની ઉપર લાગેલા આરોપોનાવિષયમાં સીએમ બધેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું હતું કે આ વાત ઉપર ધ્યાન આપવું જોઇયે કે ભાજપ આ ચૂંટણી નથી લડી રહ્યું પરંતુ એક એજન્સી ચૂંટણી લડી રહી છે. અને એ તમામ ભાજપના પક્ષમાં છે. મને ફક્ત બદનામ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને કોઇ શરમ નથી. ભાજપ મારાથી ડરી ગયુ છે અને તેથી જ મારું નામ લઈ મને બદનામ કરી રહ્યા છે.