નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) હુબલીના વિદ્યાનગરમાં એક સનસનીખેજ હત્યાનો (Murder) મામલો સામે આવ્યો હતો. અહીં અધૂરા પ્રેમમાં પાગલ પ્રેમીએ MCAની વિદ્યાર્થીની અને કોંગ્રેસ કોર્પોરેટરની (Congress Corporator) દિકરીની હત્યા કરી હતી. ઘટના કોલેજ કેમ્પસમાં ધોળે દિવસે બની હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કર્ણાટકના હુબલીમાં BVB કોલેજ કેમ્પસમાં ગુરુવારે 18 એપ્રિલના રોજ એક કોંગ્રેસ કોર્પોરેટરની પુત્રીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં આરોપી યુવતી પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતક વિદ્યાર્થીનીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ પછી પોલીસે ગુનો કરીને નાસી ગયેલા આરોપીને પકડી લીધો હતો. તેમજ પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપી ઘણા દિવસોથી યુવતીનો પીછો કરતો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આરોપી યુવતીને ઘણા દિવસોથી તેને પરેશાન પણ કરતો હતો.
પૂછપરછ દરમિયાન ફૈયાઝે દાવો કર્યો હતો કે તે બંને રિલેશનશિપમાં હતા અને નેહા અચાનક જ તેનાથી દૂર રહેવા લાગી હતી. જેથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર હુબલીની રહેવાસી નેહા હિરમત કોંગ્રેસના કોર્પોરેટર નિરંજન હિરમતની પુત્રી હતી. તેણી સ્થાનિક BVB કોલેજમાં MCAની વિદ્યાર્થીની હતી. તેમજ બેલાગવી જિલ્લાના સાવદત્તીનો રહેવાસી ફૈયાઝ પણ આ જ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમજ તે ઘણા દિવસોથી નેહાને ફોલો કરતો હતો.
તેમજ આરોપી ફૈયાઝેએ નેહાને પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને નેહાએ ફગાવી દીધો હતો. જેનાથી ફૈયાઝ ગુસ્સે થયો હતો. ત્યાર બાદ પ્લાનીંગ કરી તેણે દિવસના અજવાળામાં કોલેજ કેમ્પસની અંદર નેહાની ગરદનની બંને બાજુએ ચાકુ મારીને તેણીની હત્યા કરી હતી. આ હત્યા કરીને તે ફરાર થઈ ગયો હતો. તેમજ ગણતરી ક્ષણોમાં જ કોલેજના કેટકાલ વિદ્થાર્થીઓએ તેને પકડી લીધો હતો.
ઘટના અંગે નેહાના પિતા હિરેમથે જણાવ્યું કે તેમની પુત્રી સવારે આઠ વાગ્યાથી ક્લાસમાં હતી. સાંજે લગભગ 4.30 વાગ્યે, જ્યારે તેણી તેનો ક્લાસ પૂર્ણ કરીને બહાર આવી ત્યારે ફૈયાઝ તેણીની તરફ આવ્યો. તેમજ આરોપીએ નેહા ઉપર કોલેજ પરિસરમાં લગભગ 7 વખત છરી વડે હુમલો કર્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.