પરાજયોની પરંપરા બંગાળ, યુ.પી., પંજાબમાં થતાં અત્યારે કોંગ્રેસશાસન બે રાજ્યોમાં સંકેલાઈ ગયું. રાજકારણમાં આવા ઉતારચઢાવ આવ્યા કરે છે. ભલે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ રહી નથી છતાં આમ આદમી પાર્ટીનો અહ્મ, ભ્રષ્ટાચાર, જૂઠાં બયાનોની નબળાઈનો રાજકીય ક્ષેત્રે લાભ લઈને તાજેતરની ચિંતન-ચિંતા શિબિરમાં જે નિર્ણયો લીધા તેનો અમલ કરીને અને જી-23 નેતાઓમાં પેદા થયેલા ભ્રમને સમજીને નિર્ણયો લેવા જોઈએ. ફક્ત સંગઠનાત્મક ફેરફારોથી કોંગ્રેસનો ઉદ્ધાર નહીં થાય, પરંતુ કાર્યકરોની મહેનત, ઉત્સાહભર્યો સહકાર અને વ્યાપેલ જૂથબાજીને નાથીને નવજીવન આપી શકે તેમ છે. બાકી જો આમ આદમી પાર્ટીને મતદારો પસંદ કરશે તો દેશ બરબાદ થઈ જશે. આ ભયસ્થાન મતદારો યાદ રાખે. લોકશાહીમાં ભાજપ-કોંગ્રેસ જ રાષ્ટ્રિય પક્ષો શંભુમેળો છે. સડક છાપ આમ આદમી પાર્ટી વિકલ્પ ન જ બની શકે.
અમદાવાદ – અરુણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોંગ્રેસ ચિંતન
By
Posted on