નવી દિલ્હી: રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બ્રિટનમાં જે બયાન આપ્યું હતું ત્યાર પછી તે અંગે સંસદમાં ધણા હંગામાં થયા હતા. આજે હંગામો થતાં સંસદની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી. આ માટે ગુરુવારનાં રોજ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓ કંઈક એવું બોલી ગયા કે તેમની બાજુમાં બેસેલા જયરામ રમેશે તેમને ટોકવા પડયા હતા. પણ તેઓ બંને ટ્રોલ થયા હતાં. જણાવી દઈએ કે બીજેપી રાહુલ ગાંધી પાસે માફીની માગ કરી રહી છે ત્યારે બીજેપીને વળતો જવાબ આપવા માટે રાહુલ ગાંધી આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં તેમની સાથે જયરામ જયેશ અને વેણુગોપાલ હતા.
બીજેપી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સંસદમાં જ બીજેપીના સવાલનો જવાબ આપવા માગતા હતા. તેઓને હતું કે તેઓને બોલવાનો મોકો મળશે. વધારામાં રાહુલે કહ્યું કે “દુર્ભાગ્યવશ હું એક સાંસદ સભ્ય છું મને આશા છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે. આ માટે હું સૌ પ્રથમ મારા બયાનને સંસદના પટ પર મૂકવા માંગુ છું આ પછી જ ચર્ચા કરવી હશે તે ચર્ચા કરતા મને ખુશી થશે. “
રાહુલ ગાંધીના આ બયાન આપવા પર જયરામ રમેશના કાન તીણા હતા અને તેઓએ આ વાત નોંધી કે રાહુલના દુર્ભાગ્ય શબ્દના કારણે તેમની મજાક બની શકે છે. આ ઉપરાંત રાહુલના કાનમાં તેમણે જે પણ કહ્યું તે પણ રેકોર્ડ થઈ ગયું હતું. જયરામ રમેશના જણાવ્યા પછી રાહુલે ફરી પોતાની વાત કહી હતી. તેઓએ પોતાન વાત સુઘારતા કહ્યું કે “હું સ્પષ્ટતા કરવા માગું છું કે દુર્ભાગ્યવશ હું તમારા સવાલોનો જવાબ આપી શકું એમ નથી. કારણ કે આરોપો સંસદમાં ચાર મંત્રીઓએ લગાવ્યાં છે આ માટે મારો લોકતાંત્રિક અધિકાર છે કે માને જવાબ આપવાનો એક મોકો મળે.”
રાહુલની પ્રેસ કોન્ફરન્સની થોડી જ મિનિટોમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. શહઝાદ પૂનાવાલાએ કહ્યું છે કે જયરામ જી, તે આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે તેઓ આ મહાન સંસદમાં સાંસદ છે, જેની તેઓ ખરાબ રીતે અવગણના કરે છે અને તિરસ્કાર કરે છે. દુઃખની વાત એ છે કે તે તાલીમ વિના નિવેદન પણ આપી શકતા નથી. આશ્ચર્ય થાય છે કે તેના વિદેશી દખલગીરીના નિવેદન માટે તેને તાલીમ આપી હશે?