Gujarat

‘ભારત જોડો યાત્રા’ એ સરદાર પટેલ સાહેબના મુલ્યોનું પ્રતિબિંબ છે : કોંગ્રેસ

અમદાવાદ : સતત સંઘર્ષ, અંસખ્ય બલિદાનો પછી મળેલી આઝાદી બાદ ભારતને જોડાવાનું ભગીરથ કાર્ય માટે સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હંમેશા ઋણી રહશે. ‘ભારત જોડો યાત્રા’ એ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના મૂલ્યોનું પ્રતિબિંબ છે, તેવું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના (Congress) પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલજીએ ૫૬૨ જેટલા રજવાડાં અને અંગ્રેજોના જમાનાની રિયાસતોને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમના નેતૃત્વ અને મુત્સદીગીરીને કારણે દરેક રજવાડા ભારત સાથે જોડાવા સંમત થયાં હતાં. તેમજ તેમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. રાહુલ ગાંધી દ્વારા શરુ કરવામાં આવેલી ‘ભારત જોડો યાત્રા’ એ સરદાર પટેલ સાહેબના મૂલ્યોનું પ્રતિબિંબ છે. દેશને અડગ-અગ્રેસર રહે તે માટે પૂજ્ય સરદાર સાહેબના વિચાર-મૂલ્યો સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા નાગરીકોની હક્ક અને અધિકાર માટે કાર્યરત રહ્યું છે અને રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં જીલ્લા-તાલુકા મથકે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરાયા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, ફ્રન્ટલના વડાઓ, કાર્યકરો, સ્થાનિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top