National

બીરેન સિંહની માફી પર કોંગ્રેસે PM મોદી પર પ્રહારો કર્યા, કહ્યું- PM મણિપુર જઈ માફી કેમ નથી માગતા?

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે મંગળવારે રાજ્યમાં જાતિગત સંઘર્ષ માટે માફી માંગી હતી. તેમની માફી બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. પાર્ટીના નેતા જયરામ રમેશે પૂછ્યું કે પીએમ મોદી દેશ અને દુનિયામાં ફરતા રહે છે પરંતુ તેઓ ત્યાં જઈને માફી કેમ નથી માંગી શકતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે વડાપ્રધાન પર મણિપુરના લોકોની અવગણના કરવાનો અને તેમની મણિપુરની મુલાકાત જાણીજોઈને મુલતવી રાખવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પીએમ મોદી મણિપુર જઈને આ કેમ ન કહી શકે? તેમણે 4 મે 2023થી રાજ્યની મુલાકાત લેવાનું જાણી જોઈને ટાળ્યું છે. ભલે તે દેશ અને દુનિયામાં ફરતા હોય. મણિપુરના લોકો પીએમ મોદીની અવગણનાને સમજી શકતા નથી.

મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસા માટે સીએમ બિરેન સિંહે માફી માંગ્યા બાદ જયરામ રમેશે આ નિવેદન આપ્યું છે. મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. નવેમ્બરમાં મણિપુરના જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ પણ હોબાળો થયો હતો. માફી માંગતા બિરેન સિંહે કહ્યું કે ગયા વર્ષે 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થયું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા. ઘણા લોકો તેમના ઘર છોડી ગયા. હું આનાથી દુઃખી છું. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ સ્થિતિ જોઈને મને આશા છે કે 2025માં રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

Most Popular

To Top