National

કોંગ્રેસ: મહારાષ્ટ્રમાં MVA માટે 23-14-6 ફોર્મ્યુલા સાથે સીટ શેરિંગ, 21 માર્ચે થઈ શકે જાહેરાત

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) 21 માર્ચે મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની NCP સાથે બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપે તેવી શક્યતા છે. જેના માટે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ગઠબંધન માટે 23-14-6ની ફોર્મ્યુલા પર ચર્ચા કરી છે. જો વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકર, મહાવિકાસ અઘાડીમાં જોડાય છે તો તેમની પાર્ટીને ગઠબંધનમાં 4 બેઠકો મળશે. જો તે ગઠબંધનમાંથી બહાર રહેવાનો નિર્ણય કરશે તો કોંગ્રેસને વધુ 4 બેઠકો મળે તેવી સંભાવના છે.

આ ફોર્મ્યુલા હેઠળ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને 23 સીટો મળી શકે તેવી સંભાવના છે. શરદ પવારની NCPને 6 બેઠકો મળે અને કોંગ્રેસ 19 બેઠકો પર ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે. સીટ વહેંચણીની અંતિમ જાહેરાત 21 માર્ચે મુંબઈમાં થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસર પ્રકાશ આંબેડકરે કોંગ્રેસ નેતૃત્વને પત્ર લખીને કહ્યું છે કે તેમની વંચિત બહુજન અઘાડી સાત લોકસભા બેઠકો પર પાર્ટીને બહારથી સમર્થન આપશે. વંચિત બહુજન અઘાડી હજુ સુધી MVA નો ભાગ નથી.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો
કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની મંગળવારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે બેઠક મળી હતી અને વિવિધ રાજ્યોમાંથી લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. તેમજ કોંગ્રેસ પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી આજે મહારાષ્ટ્રમાંથી તેના ઉમેદવારો અંગે ચર્ચા કરવા અને ફાઇનલ કરવા માટે બેઠક કરશે.

સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલા અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. જે ઉત્તર પ્રદેશ પછી બેઠકોની દ્રષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે.

આ બેઠકમાં રાહુલ ગાંધી હાજર ન હતા
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર અને મધ્ય પશ્ચિમ બંગાળની બેઠકો પર ગઇકાલે ચર્ચા કરવામાં આવી હતી અને તે વિચારણા કરવામાં આવી હતી કે કઈ બેઠકો ડાબેરી પક્ષો માટે યોગ્ય રહેશે અને જીતની ક્ષમતાના આધારે કોંગ્રેસ માટે કઈ બેઠકો યોગ્ય રહેશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને પેનલના અન્ય સભ્યો સીઈસીની બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન પેનલના સભ્ય રાહુલ ગાંધી હાજર ન હતા. તેમજ 19 એપ્રિલથી શરૂ થનારી સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યાર સુધીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.

Most Popular

To Top