સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે મતદાનને આડે હવે માત્ર 20 દિવસ રહ્યા છે અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલુ છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે (Congress) સુરત મનપા માટે જુદા જુદા વોર્ડમાં મળી કુલ 52 ઉમેદવારનાં (Candidate) નામ જાહેર કરી દીધાં છે. દરેક વખતે ટિકિટની ખેંચાખેંચી તેમજ જૂથવાદને કારણે છેક છેલ્લી ઘડીએ ટિકિટ ફાળવતાં કોંગ્રેસે આ વખતે ભાજપ પહેલાં મોટી યાદી જાહેર કરી દેતાં આશ્ચર્ય સર્જાયું છે.
કોંગ્રેસે જાહેર કરેલી પહેલી યાદીમાં એકપણ મુસ્લિમ ઉમેદવારનું નામ નથી. જો કે, હજુ 11 વોર્ડમાં એકપણ ઉમેદવાર જાહેર કરાયાં નથી. તેમજ કોંગ્રેસની જ્યાં મજબૂત પેનલ અને સ્થિતિ છે તેવા વોર્ડમાં પણ ઉમેદવાર જાહેર નહીં કરવામાં આવ્યા નથી. જે વોર્ડના ઉમેદવારો જાહેર કરાયા નથી તેમાં અસલમ સાયકલવાલા, દિનેશ સાવલિયા, વિજય પાનસુરિયા, નિલેશ કુંભાણી, ચારૂલ કસવાલા જેવા અનેક સીટિંગ કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. વોર્ડ નં.9, 11, 12, 13, 15, 16, 18, 27, 28, 29, 30ના ઉમેદવારો હજુ જાહેર થયા નથી.
વોર્ડ નંબર વોર્ડનું નામ ઉમેદવારોનાં નામ
- જહાંગીરપુરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડ બારોટ પારૂલબેન કલ્પેશભાઇ, શાહુ પ્રમોદીની અભિમન્યુ
- અમરોલી-મોટા વરાછા-કઠોર વસાવા મનીષકુમાર એમ., ગોપાણી દેવરાજભાઇ (ટીંબી)
- વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા સોજીત્રા જ્યોતિબેન સી., બોદર્યા પાયલબેન રાજેશભાઇ
- કાપોદ્રા કાછડિયા મનીષાબેન એસ., મેંદપરા મનીષાબેન જગદીશભાઇ, ભુંભળીયા ભાવેશ, વેકરિયા ધીરજભાઇ પી.
- ફૂલપાડા-અશ્વિનીકુમાર કાછડિયા દિનેશભાઇ, તોગડિયા પ્રફુલભાઇ
- કતારગામ સોસા લલીતાબેન, જોષી કલ્પનાબેન, વારીયા કલ્પેશભાઇ એચ.
- કતારગામ-વેડ નભોયા મનીષાબેન હરેશભાઇ, કોટડિયા કિરણબેન રમેશભાઇ, કેવડિયા મહેશભાઇ, કાકલોતર પ્રતિકભાઇ
- ડભોલી-સીંગણપોર વકારે દીપાલીબેન સંતોષભાઇ, દિયોરા પિનલ યોગેશભાઇ, લાખાણી પાર્થ જે.
- અડાજણ-પાલ-ઇચ્છાપોર પટેલ ઊર્મિલાબેન કાંતિભાઇ, સુથાર કામિનીબેન, શિંદે સુધીર એસ., નિશાદ વિજય પ્રતાપ
- ઉમરવાડા-માતાવાડી ઓડ પ્રિયંકાબેન નારાયણભાઇ, મિશ્રા ઉમાશંકર
- પુણા-પૂર્વ લાઠિયા ધીરજભાઇ રામજીભાઇ, કુંભાણી નિલેશભાઇ મનસુખભાઇ
- આંજણા-ડુંભાલ શર્મા શિવાની જરદાન, દેસાઇ જયેશ હરગોવનભાઇ
- ખટોદરા-મજૂરા-સગરામપુરા પટેલ સુષ્માબેન રમેશભાઇ, રાયકા શૈલેષભાઇ ઈશ્વરભાઇ
21 .સોની ફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ શાહ મોનાબેન, કહાર રેણુકા સુરેશભાઇ, પટેલ સુભાષ રમણીકભાઇ, પટેલ ગૌરાંગકુમાર અરવિંદભાઇ - ભટાર-વેસુ-ડુમસ ડુમસીયા હિનાબેન મહેશભાઇ, સોલંકી જાગૃતિબેન, પટેલ મુકેશ છનાભાઇ, બંસલ સુમતિ સુભાષચંદ્ર
- બમરોલી-ઉધના(ઉત્તર) રબારી કાંતાબેન કાનજીભાઇ, લેન્કા સપનાબેન બંસીધર
- ઉધના(દક્ષિણ) પાઠક વિમળાદેવી રામસાગરભાઇ, મકવાણા મીનાબેન દીપક, પંચાલ જયેશ
- લિંબાયત-ઉધના યાર્ડ પદ્મા ચીલ્લુમુલ્લા, પાટીલ વિધાબેન વિજયભાઇ, ઇનામદાર સુભાષભાઇ કિશનભાઇ
- ગોડાદરા-ડિંડોલી(ઉતર) પાટીલ અલ્કાબેન હરિભાઇ, ચૌહાણ સાવિત્રી અમરનાથ