છેલ્લા પાંચ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં 35 હજાર જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ચિંતાજનક ઘટાડો થયો છે, તે મુદ્દો ગુજરાત કોંગ્રેસ દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ છે. ભાજપ સરકારની નબળી શિક્ષણ નીતિ-વ્યાપારીકરણ- ખાનગીકરણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજરાત શિક્ષણ શ્રેત્રે સતત પાછળ ધકેલાઇ રહ્યું છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાએ ચિંતાજનક છે.
ભાજપ સરકાર એક તરફ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ અને મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરે છે ત્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની કથળી સ્થિતિને કારણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૩૫ હજાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જેમાં જે ભાજપની શિક્ષણ વિરોધી નીતિ દર્શાવે છે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ડટે કોલેજોનું માળખું તોડીને અતિ ઉંચી ફીનાં ધોરણો પણ વિજ્ઞાન પ્રવાહનાં ઘટાડો થવા માટેનું એક કારણ છે.
ડૉ દોશીએ કહ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક શ્રેત્રે સ્થાપના કાળથી અગ્રેસર છે તેમ છતાં વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓની રસ-રુચિ ઓછી થઈ રહી છે. વિજ્ઞાન વિષયમાં આગામી અભ્યાસક્રમ, રોજગારીની તકો વગેરે વિશે વાલી વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવામાં પણ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડલી છે.
શિક્ષણએ રાજ્ય માટે ખુબ મહત્વું પાસું છે ત્યારે ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને દિશાહીન બન્યો છે. શિક્ષણના વ્યાપારીકરણને કારણે વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે વર્ષ ૨૦૧૭માં ૧.૪૧ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે વર્ષ ૨૦૨૧માં ઘટીને ૧૦૭૨૬૪ થઇ છે સાથોસાથ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને પણ નોકરીની પુરતી તક આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ – વર્ષ સંખ્યા
૨૦૧૭ – ૧૪૧૯૮૪
૨૦૧૮ – ૧૧૬૪૯૪
૨૦૧૯ – ૧૨૩૮૬૦
૨૦૨૦ – ૧૧૬૪૯૪
૨૦૨૧ – ૧૦૭૨૬૪
કુલ ઘટાડો – 34,720