જ્યારે મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આડેધડ કોમર્શિયલ બિલ્ડીંગોને પરવાનગી આપી,તળ સુરતની શેરી મહોલ્લા સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, ત્યારે હોળી તહેવારમાં કોટ વિસ્તારમાં ૧૨૫ વર્ષથી ચાલતી ઘીસની પરંપરા આ વર્ષે ફરી શરૂ થઈ તે માટે મહિધરપુરાના દાળિયા શેરી પ્રગતિ મંડળ અને કોટ વિસ્તારની શેરીના અસ્સલ સુરતીઓને લાખ લાખ અભિનંદન.આ માટે અખબારી પ્રસિધ્ધિ આપનાર તળ સુરતી છાપું ‘ગુજરાતમિત્ર’નો ખૂબ ખૂબ આભાર.જે લુપ્ત થતી પરંપરાનો ફરી પ્રારંભ કરવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.આજે તળ સુરત તેની ઓળખ ગુમાવી રહ્યું છે ત્યારે ‘ગુજરાતમિત્રે’ એક અભિયાન ચલાવવું જોઈએ.વિધાનસભાની ચૂંટણી પહેલાં કોટ વિસ્તારનું અસ્તિત્વ ટકાવી રાખવા સરકાર પર દબાણ લાવવા મૂળ સુરતીઓને જાગૃત કરવા જોઈએ.
સુરત – કિરીટ મેઘાવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે-
તળ સુરતીઓ અને ‘ગુજરાતમિત્ર’ને અભિનંદન
By
Posted on