ભરૂચ: નવા વર્ષનો પહેલો દિવસ ભારે મુશ્કેલીઓને લઈને સામે આવ્યો છે. શહેર, ગામડાં, હાઈવે તમામ ઠેકાણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. દરેક રસ્તા પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્ર સરકારના કાયદાની વિરુદ્ધમાં બસ, ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
- અંકલેશ્વર હાઈવે પર હિટ એન્ડ રન કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યો
- જો ડ્રાઈવર અકસ્માતમાં ભોગ બનનારના મૃત્યુ બાદ ફરાર થઈ જાય અને પોલીસ કે કોર્ટમાં આત્મસમર્પણ ન કરે તો દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.
જો ડ્રાઈવર અકસ્માતમાં ભોગ બનનારના મૃત્યુ બાદ ફરાર થઈ જાય અને પોલીસ કે કોર્ટમાં આત્મસમર્પણ ન કરે તો દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. ભારતીય ન્યાયિક સંહિતા અનુસાર માનવ શરીર પર હુમલો અને હત્યા સાથે જોડવામાં આવે છે.
જેને લઈને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અનુસાર ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023ની જોગવાઈઓને કારણે ડ્રાઈવરોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ડ્રાઈવરને સલામતિ મુદ્દો ઉદ્દભવતા અસમંજસની સ્થિતિનો સામનો કરે છે. જેને લઈને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઉદ્યોગ જગત જોખમમાં છે. આ મામલે રાષ્ટ્રપતિને પત્ર મોકલીને હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.
એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ હાઈવે પર ચક્કાજામ કરીને વાહનો થંભાવી દીધા હતા.આ મુદ્દે ટ્રક ચાલકોની નારાજગીથી ઠેર ઠેર વાહનો અટકાવ્યા હતા.જો કે અંકલેશ્વરની ઘટના બાદ થોડા સમયમાં પોલીસ આવીને ટ્રક ચાલકોને સમજાવીને હાઈવે પર વાહનો રાબેતા મુજબ ચાલુ કરાયા હતા.