Comments

એકાગ્રતા

બે મિત્રો હતા નાનપણથી સાથે ભણતા અને સાથે રમતા મોટા થયા. યુવાનીમાં ડગ માંડતા હવે જીવન નિર્વાહ માટે કાર્યરત થવાનું નક્કી કર્યું.  બંને મિત્રોએ એક સાથે નાનકડા વેપારનો પ્રારંભ કર્યો. બંનેના વેપારનો પ્રકાર પણ એક જ હતો. વેપારની શરૂઆતના દિવસો આમ પણ દરેક વેપારી માટે અઘરા હોય છે આ બંને જણ માટે પણ અઘરા જ સાબિત થયા.  પહેલો મિત્ર સંતોષી અને મહેનતુ હતો અને બીજો મિત્ર આળસુ અને લાલચુ હતો. પહેલા મિત્રએ મહેનતથી પોતાના વેપારમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને સતત મહેનતથી કામ કરતો જ રહ્યો હતો.

તેણે જે કામની શરૂઆત કરી એ કામમાં સખત મહેનત કરી અને એ કામ છોડ્યું નહીં. શરૂઆતમાં થોડું નુકસાન થયું, ધીરે ધીરે થોડો નફો થવાની શરૂઆત થઈ.  આ બાજુ બીજો મિત્ર વેપારમાં થોડીક તકલીફ થતા, થોડું નુકસાન થતાં વેપાર છોડી દેતો.. બંધ કરી દેતો… બીજું કામ શરૂ કરતો. તેને ઓછી મહેનતે વધુ નફો રળવો હતો. તે સતત વેપાર બદલતો જ રહ્યો. આમ કરતાં 30 વર્ષ વીતી ગયા …પહેલા મિત્રનું તેના વેપારમાં અગ્રગણ્ય સ્થાન હતું અને બીજા મિત્રએ 30 વર્ષમાં 25 વેપાર બદલ્યા હતા અને તે કંઈ જ મેળવી શક્યો ન હતો.

 બીજો મિત્ર દુઃખી થઈ એક સંત પાસે ગયો અને સંતને પોતાની અને પોતાની મિત્રની પરિસ્થિતિમાં આટલું અંતર શા માટે? એવો પ્રશ્ન કર્યો સંચે તેને સમજાવતા કહ્યું, “ વત્સ, વ્યવસાય હોય ,વેપાર હોય, જ્ઞાન સાધના હોય કે પછી ઈશ્વર સાધના બધામાં તો જ સારું ફળ મળે જ્યારે કરવાવાળાના મનમાં સંપૂર્ણ એકાગ્રતા હોય. જો સમજ, આ સામે આશ્રમની બે ગાય છે એ ગાય સવારથી અહીં જમીનમાં ઉગેલું ઝીણું ઝીણું ઘાસ થાય છે અને ચરવામાં મસ્ત છે એનું પેટ ભરાઈ ગયું છે.બીજી ગાય 10 માઈલ સુધી પાકથી ભરપૂર ખેચરોની વચ્ચેથી આવી છે પણ ભૂખી છે કારણ કે તે વધુ સારું મેળવવા વધુને વધુ મેળવવા જે સામે મળે છે તેને છોડીને આમ તેમ ફરતી રહે છે. તે પણ વધુ નફો રડવા એક વેપાર છોડી બીજો વેપાર કર્યો અને કોઈ એક વેપારમાં મહેનત કરી નહિ.” કોઈ એક કાર્યમાં મન લગાવીને એકાગ્રતાથી કાર્ય કરનારને ચોક્કસ સફળતા મળે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top