Gujarat

રાજ્યમાં 150થી વધુ પોલીસ સ્ટેશનમાં મહીસાગર કલેકટર સામે ફરીયાદ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી દલિત – આદિવાસી સમાજે મહીસાગર કલેકટર નેહાકુમારી દુબે સામે મોરચો માંડ્યો છે. જેના પગલે આજે સમગ્ર રાજ્યમાં 150 થી વધારે તાલુકાના પોલીસ સ્ટેશનમાં તથા અમદાવાદ શહેરના 25 થી વધારે પોલીસ સ્ટેશનમાં મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી દુબે વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અન્વયે લેખિત ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી.

આ અંગે કોઈ પગલા ભરવામાં ના આવે તો રાજ્યનો દલિત આદિવાસી સમાજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિને (૬ ડિસેમ્બર) રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે મહીસાગરમાં વિશાળ સંમેલન કરવા જઈ રહ્યો છે અને રાજ્યના જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરશે.

અત્રે ખાસ ઉલ્લેખની છે કે, તા. 23 ઓક્ટોબરના રોજ એક દલિત યુવાન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કલેકટર સમક્ષ પોતાની અરજી અન્વયે પૂછપરછ કરતા મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા એની સાથે ઉદ્ધતાઈભર્યું અને જાહેર સેવકને છાજે નહીં તેવું વર્તન કર્યું હતું. આ ઉપરાંત આ કલેક્ટર દ્વારા વકીલોનું પણ અપમાન કરવામાં આવેલું અને દલિતો-આદિવાસીઓ એટ્રોસિટી એક્ટ મુજબના ૯૦ ટકા કેસો બ્લેકમેલ કરવા માટે કરે છે એવું નિવેદન પણ કરવામાં આવેલું, જેને પગલે સમગ્ર દલિત-આદિવાસી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે.

Most Popular

To Top