સાવલી: સાવલી નવીન શાક માર્કેટની બાજુમાં આવેલી પાલિકાની માલિકીની મિલકત માં પાલિકા ના ઠરાવ કે ટેન્ડર વગર અને કોન્ટ્રાક્ટ વગર પાલિકાની જમીનમાં કબજો કરવા તેમજ નાણાકીય લાભ લેવાના આશયથી ખોટી રીતે બાંધકામ કરનાર ઇસમો વિરૂધ્ધ શહેર પ્રમુખ કલ્પેશ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે
સાવલી પોલીસ મથકે ફરિયાદી હું કલ્પેશ પ્રવિણચંદ્ર પટેલ રહે સાવલી નાઓએ પોતાની લેખિત ફરિયાદમાં ફરિયાદ કરી છે કે સાવલી નગરપાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડ સામે દામા જીના ડેરા પાસે આવેલ શાક માર્કેટની બાજુમાં નગરપાલિકાની ખુલ્લી જગ્યા છે પાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ બાંધકામ કે કોઈપણ પ્રકારના શેડ ઉભા કરવા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને કે કોઈપણ ને કોન્ટ્રાક્ટ કે પરવાનગી આપેલ નથી તેમ છતાંય રૂપેશ ઠક્કર રહે વિદ્યાનગર આણંદ તેમજ પ્રિયાંક ભાઈ એન્જિનિયર ગેરકાયદેસર રીતે પાલિકાની જમીનનો કબજો કરી લેવા અને નાણાકીય લાભ મેળવવાના આશયથી તેમના મળતિયાઓ ના ઈશારે ખોટી રીતે બાંધકામ કરી રહેલા છે.
આ બાબતે પાલિકાના કોર્પોરેટર હસુભાઈ પટેલ અને યુનુસભાઈ શેખ ના હોય પાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું તે સમયે પ્રાંત અધિકારી જે ચૂંટણી અધિકારી હતા તેમને આચાર સંહિતાનો ભંગ થતો હોય પાલિકા દ્વારા બાજુમાં બાંધકામ થતું હોય અટકાવવા અને આચાર સંહિતાનો ભંગ બદલ કાર્યવાહી કરવા અરજી કરેલ હતી તેનો જવાબ તારીખ 29-1-2021 ના રોજ સાવલી પાલિકાના નોડલ અધિકારી તથા ચીફ ઓફિસરની સહી સિક્કા વાળા પત્રમાં જણાવેલ કે પાલિકા દ્વારા કોઈ ટેન્ડર બહાર પાડેલ નથી તેઓ જવાબ આપેલ જેની અરજી તારીખ 30 1 2020 ના રોજ કરેલ અને જણાવેલ કે સાવલી શાક માર્કેટની બાજુમાં થતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લખેલ પરંતુ આજ દિન સુધી ચીફ ઓફિસર તરફથી કોઈ જવાબ આપેલ નથી.
આમ પાલિકાની માલિકીની જગ્યામાં બિન પરવાનગી અને મનસ્વી રીતે બાંધકામ કરતા ઇસમો સામે તાત્કાલીક અસરથી પગલા ભરવા તેમજ કોના ઓથા હેઠળ અને કોની સલાહ-સુચન થી આ કામ કરવામાં આવે છે તેમજ બાંધકામ તેમજ શે ડ બાંધવા માટે નાણાકીય સગવડ કરી આપનાર ને પણ આરોપી તરીકે સામેલ કરવા તેમજ પાલિકા નો કોઈ કર્મચારી કે અધિકારી કે પદાધિકારી સંડોવાયેલ હોય તો તેની સામે પણ ફરિયાદ કરી આરોપી તરીકે સામેલ કરવા સાવલી શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર બે ના કોર્પોરેટર કલ્પેશ પટેલ પોતે સભ્ય તરીકે ચૂંટાયેલ હોય પાલિકાના સભ્ય ની રૂએ જવાબદારી થતી હોય તેઓએ સાવલી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે અને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે સા વલી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકાની મિલકત બચાવવા લેખિત પોલીસ મથકે ફરિયાદ કરતા સમગ્ર નગર તેમજ તાલુકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને ફરી એકવાર પાલિકા ધીસો ની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા છે.