Vadodara

વાઘોડિયા રોડ પર યુવકે યુવતી સાથે શારીરીક છેડછાડ કરતા ફરિયાદ

વડોદરા: શહેરના વાઘોડીયા રોડ પર રહેતી પરિણીતાના વર્ષ 1999માં લગ્ન થયા હતા. પરણીતાને સંતાનમાં એક 21 વર્ષીય અને એક 13 વર્ષીય એમ બે છોકરીઓ છે. પરણીતાને પતિ સાથે મનમેળ ન થતા બંન્ને વર્ષ 2015થી અલગ લેગ રહેતા હતા. જેમાં મોટી છોકરી સાથે અને નાની છોકરી પરણિતા સાથે રહેતી હતી. પરણિતા વડોદરા સેવાસદનની શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. પરણિતા પોતના નામથી ફેસબુક એકાઉન્ટ પર ચલાવતી હતી. 

જે ફેસબુક એકાઉન્ટ મારફતે પરિણીતાનો વર્ષ 2018ના નવેમ્બર મહિનામાં અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડ સાથે સંપર્ક થયો હતો. સંપર્ક થયા બાદ પ્રથમ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારબાદ બંને  વચ્ચે પ્રેમ સંબંધ થતા અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડ પરણિતા અને તેની દીકરી સાથે ડિસેમ્બર 2018થી રહેતા હતા. દરમિયાન અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડના મિત્રો તેમજ તેમના ભાઈ અને માતા પિતા અવાર નવાર તેમના ઘરે આવતા રહેતા હતા. અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડને તેમની પત્ની સાથે ઘરેલું હિંસાનો કેસ ચાલતો હોય જેથી તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેણે પરણિતા સાથે લગ્ન કરવાનું જણાવ્યું હતું. જેથી તેઓ બંને સારી રીતે રહેતા હતા અને પરિણીતાની છોકરીને પોતાની દીકરી તરીકે માનતા હતા.

દરમિયાન અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડને માર્ચ 2020માં તેમની પ્રથમ પત્ની સાથે કોર્ટમાં સમાધાન થઇ જતા તેઓ તેમની પત્નીને લાવવા માંગતા હતા. ત્યારે પરણીતાએ તમો તમારી પત્ની સાથે સારી રીતે રહો મને કોઈ વાંધો નથી તેમ જણાવ્યું હતું. ગત તા. 20 ઓક્ટોબર 2021ના રોજ પરણિતા પોતાની આપવીતી બહેનપણી સાથે રડતા રડતા ખેતી હતી. ત્યારે દીકરીએ મમ્મી મારે તને પહેલા કહેવું જોઈએ પણ મેં બીક ને માર્યે તેને કીધું ન હતું. તેમ જણાવી 1 વર્ષ પહેલા અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડ તમારી ગેરહાજરીમાં મારા ગુપ્તાંગો પર છેડછાડ કરી શારીરિક અડપલાં કરતો હતો.  અને પોતાના ગુપ્તાંગો પાસે પણ મારી પાસે છેડછાડ કરાવતા હતા અને તું તારી મમ્મીને કઈશ તો તારું અને તારી મમ્મીનું ગળું દબાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા. જે અંગે પોલીસે ગુનો નોધી છેડતી કરનાર ઇસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top