અખબારી અહેવાલ પ્રમાણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના 370 હોદ્દેદારો ટોચના હોદ્દેદારો પોતાના દેશની આગામી પંચવર્ષીય યોજના માટે રાજધાની બેઇજિંગમાં ઘરખર્ચ, વૃદ્ધ નાગરિકોની સંભાળ અને રોબોટ્સ સહિતના વિષયો મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરી રહ્યા છે. પ્રમુખ જીનપિંગ અંગે પણ ચર્ચા થઈ શકે. બીજી તરફ લોકશાહી ભારતમાં અનેક પક્ષો છે; મતદાર યાદીના પાના દીઠ હોદ્દેદારો છે. પરંતુ કોઈ પક્ષના હોદ્દેદારોએ ઘરખર્ચ અને વૃદ્ધાવસ્થામાં પહોંચેલા નાગરિકોની સારસંભાળ બાબતે ચર્ચા કરી હોય તેમ જણાતું નથી. આ બાબત કદાચ સરકારી અધિકારીઓને સોંપી દેવાઈ છે.
રાજકારણીઓના સમય રેલીઓ, સભાઓ અને ભાષણોમાં જાય છે. સંસદમાં હોય તો બૂમ બરાડામાં જાય છે, નીતિઓ ઘડવામાં નહીં. પરિણામે જવાબદારી માત્ર મુખ્યમંત્રી કે વડાપ્રધાનની આવે છે અને તેમના માર્ગદર્શન જેવું અને જેટલું જ કામ થાય છે. ક્યાં તેમની જય બોલાવો, ક્યાં તેમની ટીકા કરો એટલે ભારતીય રાજકારણનો સરવાળો. રાજકારણીઓ મંદિર, મસ્જિદ, રાષ્ટ્રીય એકતા અને અખંડતાને અસર કરે તેવી કોમવાદનું ઝેર ઓકતી અને વેરભાવ ઉત્પન્ન કરે તેવી ચર્ચાઓ કરી શકે છે.
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.