ભરૂચ: અંકલેશ્વર GIDCમાં ફરી આગની ઘટના સામે આવી છે. જેના કારણે ભારે દોડધામ મચી જવા પામી છે. આગ લાગ્યાની જાણકારી તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ગણતરીના મિનિટમાં જ ફાયરની ગાડીઓ સહિત રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળ્યો હતો. જો કે સદનસીબે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કામદારો સહિત સ્ટાફ કંપનીમાંથી બહાર નીકળી ગયો હતો. હાલ આગ ક્યા કરાણોસર લાગી છે તે જાણી શકાયું નથી.
મળતી માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે અંકલેશ્વર GIDCની એક કંપનીમાં આગ ફાટી નીકળી હતી. GIDCમાં આવેલા ખ્વાજા ચોકડી નજીક અર્થવ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં મોડી રાત્રે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. ધડાકાભેર આગ લાગતા આસપાસની કંપનીના કામદારો પર ગભરાઈ ગયા હતા. સ્ટાફ અને કામદારો કઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી નજરે પડતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે અન્ય નગરપાલિકાના ફાયર ટેન્કરોની મદદ લેવી પડી હતી. જો કે ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સમગ્ર બનાવની જાણ તાબડતોબ અંકલેશ્વર ડીપીએમસીને કરવામાં આવતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચી ગયા હતો. તેમણે આ ઘટના અંગે જણાવતા કહ્યું કે બેકાબુ બનેલી આગને લઈને આજુબાજુની કંપનીએ નગરપાલિકાના ફાયર ટેન્કરોને પણ કામે લગાડવાની નોબત આવી હતી. લગભગ ૧૫ જેટલા ફાયર ફાઈટરોએ ભારે મહેનત બાદ આગ કન્ટ્રોલમાં આવવા લાગી હતી.બે કલાકની જહેમત બાદ આગ પર આખરે કાબુ મેળવી લીધો હતો.સદ્દનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સલામત સ્થળે સ્ટાફ ખસી ગયો હતો.
સમગ્ર આગ ક્યા કારણે લાગી હોય એ માટે કંપની દ્વારા વિગતો મેળવી રહ્યા છે.જો કે પ્રાથમિક તપાસમાં તબક્કે કંપનીમાં સોલ્વન્ટ ડેસ્ટીનેશનમાં ધડાકાભેર આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.