Charchapatra

ભારતીય કોમ્યુનિષ્ટ પાર્ટી

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના 1925 માં કાનપુર ખાતે થઇ. જેના મુખ્ય ફાઉંડર એમ.એન.રોય અને ચારુ મજમુદાર હતા, લક્ષ્ય હતું. જાતિવિહીન સમાજની રચના. લગભગ 39 વર્ષ બાદ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં બે ફાડ પડી, માઓવાદી અને માર્કસિસ્ટ. પાર્ટીમાં ઘણી બધી વિંગ છે-છાત્ર સંઘ, યુવા શાખા, મહિલા વિંગ, લેબર વિંગ, કિસાન વિંગ વગેરે વગેરે. શરૂઆતમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ગઠબંધન સરકારોમાં જોડાઈ જે તામિલનાડુ, આસામ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ હતા. પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરામાં પાર્ટીનું સ્વામિત્વ સારું એવું હતું. જૂના જાણીતા નેતાઓમાં બી.ટી. રણદિવે, ચંદ્ર રાજેશ્વરરાય, શ્રીપદ અમૃત ડાંગે હતા.

નાંબુદ્રીપાદ અને જયોતિ બસુ રાજ્યોના મુખ્યમંત્રીઓ હતા. જયોતિ બસુને તો વડા પ્રધાન બનવાનો મોકો ખોવો પડયો હતો. નહેરુજીને પણ કોમ્યુનિસ્ટો સાથે ઘરોબો હતો. ઇંદિરા ગાંધીનું પણ આવું જ હતું. ચીનના આક્રમણ પછી નહેરૂજીને લાગ્યું કે કોમ્યુનિસ્ટો દગાબાજ છે. નહેરુના સંરક્ષણ મંત્રી વી. કે. કૃષ્ણમેનન પાકી કોમ્યુનિસ્ટ વિચારધારાવાળા હતા. ભારતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના કહેવાથી સંરક્ષણ મંત્રીને પાણીચું મળેલું ત્યારબાદ પ્રકાશ કરાત કોંગ્રેસથી દૂર રહેવા માગતા જયારે સીતારામ યેચેરી નજીક રહેવા માગતા હતા. આમ બન્નેના ઝગડામાં પાર્ટી નબળી પડી. પ્રથમ લોકસભામાં 16 સભ્યો અને સત્તરમી લોકસભામાં ફકત 01 સભ્ય. કેવું પતન.
અમદાવાદ         – અરુણ વ્યાસ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top