કરજણ: કરજણના કલા ગામે મુસ્લિમ પરિવાર અને પાટણવાડીયા પરિવાર વચ્ચે ખેતરમાં પાણી આપવા બાબતે ઝઘડો થયો હતો. જેને મુસ્લિમ પરિવારના ચાર ઈસમો પાટણવાડીયા પરિવારના ચાર સભ્યો ઉપર ધારીયુ તલવારથી હુમલો કરતાં ચારને ઇજા થવા પામી હતી. જ્યારે બીજી તરફ મુસ્લિમ સમાજના ઈસમો પર પાટણવાડીયા સમાજના ઈસમોએ લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડતા સામસામે ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે ઇજા પામનાર બે ઇસમોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે. કલા ગામે રહેતાઅલ્હાજ રફીક જાદવ, ઈમ્તિયાઝ અહેમદભાઇ જાદવ ,અજીત એહમદ જાદવ, રફીક અહેમદ જાદવએ પાટણવાડીયા ફળિયામાં જઈને ઉમેશ અંબાલાલભાઈ પાટણવાડીયાના ઘર પાસે જઈને ખેતરમાં પાણી નહીં આપવા ગાળો આપી જેથી ઉમેશ પાવાનું પરિવાર ઘરની બહાર નીકળતા રફીક ગમે તેવી ગાળો બોલીને ઉમેશને તને બહુ ચરબી ચડી જાય છે.
રફીકે તલવાર ઉમેશના જમણાના કાન ઉપર મારેલ અલ્હાજ રફીક જાદવે જીગ્નેશને પટણવાડીયા માથામાં વાસી મારી દીધેલ જ્યારે અરવિંદભાઈ પાટણવાડીયા વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ઈમ્તિયાઝે માથાના ભાગે ધારિયાના ઘા મારી જીવલેણ ઇજા કરેલ જ્યારે રફીકે ફરીવાર તલવાર ઉમેશ પર ઉગમતા સંદીપે તલવાર પકડી લેતા સંદીપને હાથના ભાગે સલવાર વાગવાથી હથેળીમાં ઈજાઓ થવા પામી હતી. ઉમેશે કરજણ પોલીસ સ્ટેશનમાં રફીક જાદવ, ઈમ્તિયાઝ અહેમદભાઇ જાદવ, અજીત જાદવ અને રફીક અહેમદ જાદવ સામે ગુનો નોંધાવ્યો હતો.