નવી દિલ્હ: બર્મિંઘમમાં આ મહિનાથી (Month) શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભારતીય મહિલા (Indian Women) વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ પાસે મેડલની (Medal) સૌથી વધુ આશા હશે. ભારત વતી આ ગેમ્સમાં 15 સભ્યોની વેઇટલિફ્ટરોની ટૂકડી બર્મિંઘમ જઇ રહી છે. જો કે આ વખતે નવા નિયમો હેઠળ કેટલીક વેઇટ કેટેગરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જો કે તેનો ભારતને કોઇ ફાયદો થયો નથી. આમ છતાં કોમનવેલ્થ ગેમ્સ હોય કે કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, આ બંને સ્પર્ધાઓમાં ભારતીય વેઇટલિફ્ટરોનું પ્રભુત્વ રહ્યું છે.
- મીરાબાઇ ચાનુની આગેવાનીમાં ભારતીય વેઇટલિફટરો પાસે સર્વાધિક મેડલ જીતવાની રખાતી આશા
- કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં વેઇટલિફ્ટીંગમાં ભારત 125 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પછી બીજો સૌથી સફળ દેશ
- 15 વેઇટલિફ્ટર મેડલ જીતવા માટે સક્ષમ છતાં માત્ર કેટલાક પાસે જ ગોલ્ડની આશા
ભારતે 1990, 2002 અને 2018માં વેઇટલિફ્ટીંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો દેશ રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં આ ગેમ્સમાં ભારત 125 મેડલ સાથે બીજો સૌથી સફળ દેશ રહ્યો છે. આ કોમનવેલ્થ ગેમ્સની વેઇટલિફ્ટીંગ સ્પર્ધામાં સૌથી વધુ 159 મેડલ ઓસ્ટ્રેલિયાએ જીત્યા છે. જો કે પાછલી કેટલીક ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ ઓછું થયું છે. ગોલ્ડ કોસ્ટ 2018માં થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર્સનું પ્રભુત્વ રહ્યું છે. જેમણે પાંચ ગોલ્ડ સહિત કુલ 9 મેડલ જીત્યા હતા. આ વર્ષે પણ તમામ 15 વેઇટલિફ્ટર મેડલ જીતવા માટે સક્ષમ છે. જો કે તેમાંથી માત્ર કેટલાક પાસે જ ગોલ્ડની આશા છે.
મીરાબાઇ ચાનુ પાસે છે દેશને ફરી એકવાર ગોલ્ડની આશા
કોમનવેલ્થ ગેમ્સ વેઇટલિફ્ટીંગમાં મહિલા વિભાગમાં ભારત સૌથી વધુ મેડલ જીતે તેવી સંભાવના માટે ભારતીય વેઇટલિફ્ટીંગ ફેડરેશન (આઇડબલ્યુએલએફ) અને મુખ્ય કોચ વિજય શર્માએ ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ મીરાબાઇ ચાનુને 55 કિગ્રાની કેટેગરીમાં ઉતારવાની યોજના બનાવી હતી. મીરાબાઇનો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ પાકો ગણાઇ રહ્યો છે. જો કે નવા નિયમો અનુસાર કોઇ કેટેગરીમાં માત્ર ટોચની રેન્ક ધરાવતા વેઇટલિફ્ટર જ ક્વોલિફાઇ થશે અને તે ભાગ નહીં લે તો તેના પછીના શ્રેષ્ઠને સ્થાન નહીં મળે અને તેના આધારે મીરાબાઇએ 49 કિગ્રા, બિંદિયારાનીએ 55 કિગ્રા અને પોપી હઝારિકાએ 59 કિગ્રાની કેટેગરીમાં ભાગ લેવો પડશેઅનેઝિલી ડાલબેહડા ભાગ નહીં લઇ શકે.