Sports

Video: કોમનવેલ્થ ગેમ્સનો રંગારંગ શુભારંભ, ઓપનીંગ સેરેમનીમાં ભારતીય તિરંગો શાનથી લહેરાયો

બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત ગઈ છે. બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાઈ હતી. જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને મેન્સ હોકીના કેપ્ટન મનપ્રીત સિંહે કર્યું હતું. સિંધુ અને મનપ્રીતે ભારતીય ટીમ સામે ત્રિરંગો પકડીને તેને શાનથી લહેરાવવાની સાથે આગળ વધ્યા હતા. બંને ખેલાડીઓના ચહેરા પર સ્મિત હતું. તેમજ પાછળ દોડી રહેલા તમામ ભારતીય ખેલાડીઓ પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધતા દેખાઈ રહ્યા હતા. ભારતીય ટીમમાં સમાવેશ થયેલા તમામ પુરૂષ એથ્લેટ વાદળી શેરવાનીમાં અને મહિલા એથ્લેટ સરખા જ રંગના કુર્તામાં જોવા મળ્યા હતા. બે વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ જીત્યા છે. આ જ મનપ્રીતે પોતાની કપ્તાનીમાં હોકી ટીમને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

72 દેશોના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
કોમનવેલ્થ ગેમ્સ 2022નું શરૂઆત થઇ ચૂકી છે. આ વિશાળ રમતોત્સવમાં લગભગ 72 દેશોના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. આ રમતમાં ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવનાર છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતમાંથી 200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જો કે, ભારતને શરૂઆત પહેલા જ મોટો આંચકો લાગ્યો જ્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ઈજાના કારણે આ ગેમ્સમાંથી ખસી ગયો. છેલ્લી વખત જ્યારે 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી, ત્યારે ભારતે કુલ 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ખેલાડીઓને કોમનવેલ્થ ગેમ્સ માટે શુભેચ્છા પાઠવી છે. તેણીએ પોતાના સંદેશમાં લખ્યું, “તમામ દેશવાસીઓ વતી, હું કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડીને મારી શુભકામનાઓ પાઠવું છું. મને ખાતરી છે કે અમારા ખેલાડીઓ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવશે. બધા દેશવાસીઓ તમને શુભેચ્છા પાઠવે છે. તમારી જીત માટે તમામ શુભેચ્છાઓ.

મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટના પ્રથમ દિવસે ભારતનું શેડ્યૂલ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજે સાંજે 4.30 વાગ્યાથી બર્મિંગહામમાં મેચ રમાશે. બંને ટીમો કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત ગ્રુપ Aમાં એકબીજા સામે મેચ રમશે. બેડમિન્ટનમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. બંને ટીમો વચ્ચે મિશ્ર સ્પર્ધા થશે એટલે કે સિંગલ્સ, ડબલ્સ સહિત તમામ ફોર્મેટમાં મેચો રમાશે. મેચ સાંજે 6.30 કલાકે શરૂ થશે.

Most Popular

To Top