Gujarat

આજથી રાજ્યમાં 45 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ

GANDHINAGAR: આજે ૧લી એપ્રિલથી રાજ્યભરમાં 45થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના ( CORONA) વિરોધી રસીકરણની ( VACCINATION) શરૂઆત થઈ છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા આ માટે સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( VIJAY RUPANI ) પોતાના સોશિયલ મીડિયા (SOCIAL MEDIA ) ફેસબુકના (FACEBOOK ) માધ્યમથી રાજ્યના સૌ નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન અવશ્ય લેવા અપીલ કરી છે.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર, એન.જી.ઓ, વ્યાપારી સંગઠનો, રાજકીય પક્ષના કાર્યકરો તથા અન્ય સંગઠનો સૌ સાથે મળી રસીકરણના અભિયાનને વ્યાપક બનાવશે તો જ ‘સ્વસ્થ ગુજરાત, તંદુરસ્ત ગુજરાત અને કોરોનામુક્ત ગુજરાત’ શક્ય બનશે. ગુજરાતમાં ૬ હજાર રસીકરણ કેન્દ્રો અને ૧.૫ લાખથી વધારે આરોગ્ય કર્મીઓ રસીકરણના મહાઅભિયાનમાં જોડાયેલા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૫૫ લાખથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે હેલ્થ મિનિસ્ટ્રીની મીટિંગમાં રજૂ કરવામાં આવેલા ઇન્ટર્નલ સર્વે પ્રમાણે, ભારતમાં કોરોનાવાયરસને ( CORONA VIRUS) કારણે 30 માર્ચની સવાર સુધીમાં 1.62 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં 90 ટકાથી વધુ કિસ્સાઓમાં મરનારની ઉંમર 45 વર્ષથી વધુની જ જોવા મળી છે. આને કારણે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને હાઇ રિસ્ક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે અને 1 એપ્રિલથી સૌને વેક્સિનેટ કરવાની યોજના બનાવવામાં આવી છે. પાછલા થોડા દિવસથી દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. રોજેરોજ નવા નવા કેસની પીક આવી રહી છે. 30 માર્ચની સવારે 8 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 56,211 નવા કેસ નોંધાયા હતા. આને કારણે એક્ટિવ કેસનો લોડ પણ વધીને 5.40 લાખ સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં મળીને દેશના 79.64 ટકા એક્ટિવ કેસ લોડ છે.

ચોથા તબક્કામાં કેટલા લોકોને વેક્સિન અપાશે?
2011ની વસતિગણતરીને ધ્યાનમાં લઇએ તો 2021માં 60+ ઉંમરના લોકોની વસતિ 13.7 કરોડ અને 45થી 59 વર્ષના લોકોની ઉંમર 20.7 કરોડ હશે. યાને કે બીજા અને ત્રીજા તબક્કામાં મળીને લગભગ 34 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા ‘લોન્ગિટ્યુડિનલ એજિંગ સ્ટડી ઇન ઇન્ડિયા’ પ્રમાણે 45થી 59 વર્ષના એજ ગ્રુપમાં દેશની 37 ટકા વસતિ એક યા બીજા પ્રકારે કોમોર્બિડિટીનો સામનો કરી રહી છે. 60 વર્ષથી વધુ ઉંમરના એજ ગ્રુપમાં દર બીજી વ્યક્તિ યાને કે 52 ટકા લોકો એકથી વધુ ગંભીર બીમારીઓ સામે લડી રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top