વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એ વિશ્વવિખ્યાત શિક્ષણિક સંસ્થા છે. યુનિ. કેમ્પસ માં અને બહાર વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.. તે શૈક્ષણિક રીતે સમૃદ્ધ અને વાઇબ્રન્ટ સૈદ્ધાંતિક અભ્યાસક્રમો આપતી અગ્રણી સંસ્થા છે .યુનિવર્સીટી પ્રાયોગિક શિક્ષણ સાથે સમયની માંગ મુજબ નવી શરૂઆત કરવા કટિબદ્ધ છે. બીબીએ ફેકલ્ટી ખાતે શુક્રવારે અંગ્રેજી અને સંસ્કૃત ભાષા માટે લેન્ગવેજ લેબની સ્થાપના વાઇસ ચાન્સેલર ડો પરિમલ વ્યાસની ઉપસ્થિતિમાં કરવામાં આવી. આ પ્રસંગેકોમર્સ ફેકલ્ટીના ડીન અને પ્રોગ્રામ ડિરેક્ટર પ્રો.કેતન ઉપાધ્યાય , પાદરા કોલેજના પ્રિન્સિપાલ ડો.ટી.પ્રભુ, બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય (OSD)પ્રો.હિતેશ રવિયા સહિત કે.આર. બડોલા એસોસિયેટ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
લેંગ્વેજ લેબનું ઉદ્ઘાટન વાઇસ ચાન્સેલર ડો. પરિમલ વ્યાસે જણાવ્યું હતું કે “અમે સમગ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારની લેબ્સ બનાવીશું. બીબીએ કાર્યક્રમે આવી પહેલ કરી છે.આ લેબ અન્ય ઇન્સ્ટિટયૂટ માટે પ્રેરણા બની રહેશે. આ માત્ર શરૂઆત છે અને આવનારા ટૂંક સમયમાં અમારી પાસે આવી વધુ લેબ્સ હશે. ભાષા કૌશલ્ય એ વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ શિક્ષકો માટે પણ સમયની જરૂરિયાત છે અને બીબીએ પ્રોગ્રામ આવી જરૂરિયાતોને પૂરી કરવા માટે સજ્જ હોવાનું સાબિત કર્યું છે.
”લેંગ્વેજ લેબોરેટરીના ઉદ્ઘાટન સમારંભ ઉપરાંત પાંચ દિવસ “ટ્રેન ધી ટ્રેનર” તાલીમ શિબિર અમદાવાદની ACTUNIV સંસ્થા ના સહયોગથી યોજવામાં આવી છે. જેમાં 35 ટીચિંગ મેમ્બર્સને તાલીમ અપાશે અને લેબની કામગીરીનો પરિચય કરાવાશે. લેન્ગવેજ લેબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 ના અનુરૂપ બનાવવામાં આવી છે જે પ્રાયોગિક અને વ્યવહારુ શિક્ષણ અને સંસ્કૃત શીખવા પર ભાર મૂકે છે. લેબનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભાષાકીય ક્ષમતા વધારવાનો છે જેથી માત્ર વ્યવસાયિક શિક્ષણવિદો સહિત વિધાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.