ઈઝરાયેલ: ઈઝરાયેલની (Israel) રાજનીતિમાં ઉથલપાથલના કારણે દેશ ફરી એક વખત પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની શક્યતા વધી ગઈ છે. 14 જૂન 2021ના રોજ ઐતિહાસિક સંસદીય મતદાન દ્વારા અસ્તિત્વમાં આવેલી વૈચારિક રીતે સરકાર 10 મહિનામાં જ નબળી પડી ગઈ છે. જેનો સીધો ફાયદો બેન્જામિન નેતન્યાહૂને (Benjamin Netanyahu) થવા જઈ રહ્યો છે. કહી શકાય કે ભ્રષ્ટાચારના (Corruption) આરોપ લાગ્યા હોવા છતાં ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આગેવાની હેઠળના ગઠબંધનને 120 બેઠકોના ગૃહમાં 57 બેઠકો મળી શકે છે.
તો બીજી તરફ, લિકુડ પાર્ટીના ટોચના 30 પદ માટે કેટલાક લોકો પોસ્ટર બેનરો સાથે મેદાનમાં ઉતર્યા છે. કેટલાક પદ એવા છે કે જે પાર્ટીના સૌથી વધુ માન્યતા પ્રાપ્ત નેતા બેન્જામિન નેતન્યાહુની પસંદગી દ્વારા ભરવામાં આવશે. અમીચાઈ ચિકલી અને ઈદિત સિલમેન આ બે મુખ્ય દાવેદારોની વિચારણા પહેલાથી જ કરવામાં આવી રહી છે. કારણે આ બંને વ્યક્તિ પૂર્વ વડાપ્રધાન નફતાલી બેનેટની યામિના પાર્ટીમાં હતા. અને ત્યાર બાદ તેઓ બાગી બન્યા જેન કારણે વર્તમાન પ્રધાનમંત્રીની ગઠબંધન સરકાર પડી ભાંગી અને ફરી ચૂંટણી યોજવાનો વારો આવ્યો.
નેતન્યાહુએ પોતાને શક્તિશાળી નેતા તરીકે સ્થાપિત કર્યા છે
નેતન્યાહુને લિકુડ પ્રાથમિક માટે લડવાની જરૂર નથી, કારણ કે તે પાર્ટીના સૌથી વધુ માન્યતા પ્રાપ્ત નેતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નેતન્યાહૂએ લિકુડ પાર્ટી પર પોતાનો અંકુશ મજબૂત કર્યો છે. તેઓ આંતરિક ચૂંટણીઓમાં તેમના મજબૂત પ્રતિસ્પર્ધીઓને હરાવીને અથવા તેમને રાજદ્વારી નિમણૂંકો પર અથવા પક્ષની બહાર મોકલીને પોતાને શક્તિશાળી નેતાઓ તરીકે સ્થાપિત કર્યા છે.
નેતન્યાહુની શક્તિ તેમની ચૂંટણીની સફળતાનું પરિણામ છે
નેતન્યાહુઓ પોતાની વ્યક્તિગત છાપ ખૂબ મજબૂત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે દાનદાતાઓના દ્વારા સ્વતંત્ર ઝુંબેષ ચલાવવા માટે સક્ષમ છે. તેના સંબંધ અબજોપતિ એડેલસનના પરિવાર સાથે છે. કટ્ટર વિરોધીઓ તેમની મુશકેલીઓ વધારે છે છતાં પણ લિકુડની અંદર નેતન્યાહુની શક્તિનો મોટો હિસ્સો તેમની ચૂંટણીની સફળતાનું પરિણામ છે. ત્યાં નેત્યાહુને પસંદ કરનારાઓનું કહેવું છે કે તેણે પોતાની જાતને એક ‘રહસ્યવાદી જાદુગર’ તરીકે વિકસાવી છે જે કોઈપણ પરિસ્થિતિને પોતાની તરફેણમાં ફેરવવામાં સક્ષમ છે. ટૂંકમાં ઈઝરાયેલની ચૂંટણી નેતન્યાહુની તરફેણ અને વિપક્ષની બની ગઈ છે.
નેતન્યાહુ પર ભ્રષ્ટાચારના મામલા ભારે હોઈ શકે છે
ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ નેતન્યાહુ માટે કેટલીક સમસ્યાઓ વધી રહી છે. તેમની સામે છેતરપિંડી, લાંચ લેવા જેવા આરોપમાં કેસ ચાલી રહ્યા છે. આરોપ છે કે તેણે સિગાર અને શેમ્પેન જેવી વસ્તુઓ લાંચ તરીકે લીધી અને સમાચાર પ્રકાશિત કરવાના બદલામાં મીડિયાને રાજકીય લાભ આપ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે.
જો નેતન્યાહુ ચૂંટણી જીતી જાય તો તેમને પદ માટે લડવા ઉપરાંત વારંવાર કોર્ટમાં હાજર થવું પડશે. જો દોષી સાબિત થશે તો સજા થશે. આવી સ્થિતિમાં તેમની પાર્ટી ઇચ્છે છે કે ચૂંટણી જીત્યા બાદ એવો કાયદો પસાર કરવામાં આવે, જેથી તમામ મામલાને રદ કરી શકાય. જો કે, આ પગલું તદ્દન વિવાદાસ્પદ હોઈ શકે છે.