Charchapatra

ચાલો, આપણે સૌ એક નેક કાર્યમાં ભાગીદાર બનીએ

શાસ્ત્રોમાં દાનનો મહિમા અપરંપાર છે એ વાત કરવામાં આવી છે. દાન પણ એક નહીં અનેક પ્રકારનાં દાન છે. 17મી નવેમ્બરના ‘ગુજરાતમિત્ર’ અખબારની સત્સંગ પૂર્તિમાં ‘સંસ્કૃતિદર્શન’ વિભાગમાં જાણીતા લેખક ‘સનત દવે’ એ ‘બ્રહ્માકુમારીઝ’ ના વિશ્વશાંતિ માટે અનોખા ધ્યાનદાનની મુખપૃષ્ઠની રંગીન તસ્વીર સાથે સહજ રીતે સમજાય એવી સુંદર રજૂઆત કરી છે. આ સંસ્થાના ગુજરાતના સેવા અને ધ્યાન-કેન્દ્રોની 60 વર્ષની ષષ્ઠી પૂર્તિની ઉજવણીના કાર્યક્રમની વિશેષતા એ છે કે સમાજની કોઈ પણ વર્ગની વ્યક્તિ ન્યાત જાતના ભેદભાવ વિના પોતે પોતાના ઘરઆંગણે વિના મૂલ્યે એમાં પોતાનો સહયોગ આપી શકે છે.

નિયમિત વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના એક ચોક્કસ ખૂણામાં એકાંતમાં બેસીને પાંચ-દશ મિનિટ આ અનોખા ધ્યાનમાં બેસીને વિશ્વમાં શાંતિની સ્થાપના થાય એવું સુંદર પરોપકારી લક્ષ્ય રાખીને શાંતિથી બેસીને પ્રભુને યાદ કરવાના 24મી ઓકટોબરથી આ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. 21મી ડિસેમ્બરે સમાપ્ત થશે. ‘બ્રહ્માકુમારીઝ’ સંસ્થા દ્વારા કુલ 100 કરોડ મિનિટના ધ્યાન-દાનનું લક્ષ્ય છે. ચાલો, આપણે સૌ આ એક નેક કાર્યમાં ભાગીદાર બનીને આપણું ભાગ્ય બનાવીએ. સમાજનું પણ ક્લ્યાણ કરીએ. આ કલ્યાણકારી કાર્યમાં સહયોગી બનીએ અને બનાવીએ. વધુ માહિતી માટે બાલાજી રોડ પર આવેલા ‘બ્રહ્માકુમારીઝ’ સંસ્થાનાં સંચાલિકા બનેલ બ.કુ.‘ ફાલ્ગુનીબેન’ ને જરૂર મળો. સુખી સંપન્ન થાઓ.
સુરત, ગોપીપુરા જગદીશ પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top