Comments

‘આવ રે વરસાદ…’ ગાવામાં હવે બીક લાગે છે

રવિવારથી શરૂ થયેલા વરસાદે આખા ગુજરાતમાં કહેરમચાવ્યો.મોસમનાચોથાભાગનો વરસાદ માત્ર ચાર દિવસમાં! રસ્તાઓ ધોવાયા, પુલોતૂટયા, ગામો ડૂબ્યાં..! વડોદરા, આણંદ, ખેડા, મોરબી, રાજકોટ, દ્વારકાસહિત ઘણી જગ્યાએ બચાવ કામગીરી માટે સૈન્યની મદદ લેવી પડી.  આ ચિત્ર હવે દર વર્ષે ચોમાસા દરમ્યાન જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં જોઈએ તો પાણી ભરાયેલા રસ્તા અને ઠેર ઠેર પડતાં ખાડા, અટકી પડતો ટ્રાફિક અને ખોરંભાતુંજનજીવન… નીચાણના વિસ્તારોમાં તો ઘરમાં પાણી ઘૂસી જઇને અને ખાનાખરાબી કરે અને વર્ષોનીમહેનતથીવસાવેલા ઘરને નુકસાન પહોંચાડે! તાડપત્રીથી ઘર બનાવ્યું હોય તો તો કદાચ કશું બચે જ નહીં.

જીવન નવેસરથી શરૂ કરવાનું! વરસાદ નથી આવતો ત્યાં સુધી ગરમી અને તરસ માણસને અકળાવે છે અને જ્યારે આવે છે ત્યારે હાહાકાર મચાવે છે. હવે તો “આવ રે વરસાદ….”જેવું નિર્દોષ બાળગીત ગાવાની પણ બીક લાગે છે, રખે ને બે દિવસમાં મોસમ આખીનો વરસાદ વરસીનેચારેકોર જળ બંબાકાર કરી મુશ્કેલીઓ ઊભી ના કરે!

આ કુદરતનોકહેર છે કે માનવ સર્જિત દુર્ઘટના? આ સવાલ પાછલા બે દાયકાથી પૂછાઈ રહ્યો છે અને એનો જવાબ માણસની બેપરવાહી તરફ નિર્દેશ કરી રહ્યો છે. ૧૯૯૦ પછીના વર્ષોમાં જે ઝડપે જળ-વાયુ પરિવર્તન થઈ રહ્યું છે એ સાથે આયોજન કદમ મેળવી શક્યું નથી. જોકે એ માટે સૌથી પહેલા તો એ સ્વીકારવાની જરૂર છે કે દર ચોમાસેસામટો વરસી જતો વરસાદ અને અચાનક આવતા પૂર એ ક્લાઇમેટચેન્જ (જળ-વાયુ પરિવર્તન)નું પરિણામ છે. શહેરી વિકાસના જૂના ધોરણો નહીં ચાલે. અઢી દાયકાથી જે તરાહ દેખાઈ રહી છે એને ગણતરીમાં લેવા પડશે.

વડોદરા અને અમદાવાદ જેવા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અપૂરતી છે. વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને મોટાભાગનું પાણી એક બે દિવસમાં જ વરસી જાય છે. આટલા બધા પાણીનો સામટો નિકાલ કરવામાં વ્યવસ્થા નાપાસ થાય છે. ટાઉન પ્લાનિંગ પણ કાગળ પર જ રહે છે. પાણીના સ્ત્રોત પાસેના કુદરતી ઢોળાવ પર મકાનો અને રસ્તાઓ ઊભા છે જે પાણીને તળાવ કે નદી તરફ વહેવામાં અડચણ ઊભી કરે છે. 

ઘણી નાની તલાવડી પર તો પુરાણ થઈ ને ઉપર બાંધકામ થઈ ગયું છે! યોગ્ય આયોજન વિના બનતા રસ્તા અમદાવાદ શહેરના આશરે ૫૫ ટકા જેટલા કુદરતી નાળામાં અવરોધ ઊભો કરે છે. આજ પરિસ્થિતિ રાજ્યના અન્ય શહેરોની છે. દરેક સ્થળની ભૂસ્તરીય રચના અલગ હોય. પાણી તો ઊંચાણ માંથી નીચાણ તરફ રસ્તો શોધવાનું જ છે. જેને ધ્યાનમાં લીધા વિના બનેલા રસ્તાઓ અને મકાનો ભલેવિકાસનાપ્રતિક દેખાતા હોય પણ એ વિનાશ નોતરે છે.

આ કોઈ નવી વાત નથી. સૌ આ પ્રશ્ન અને તેના કારણોથી વાકેફ છે. પણ એની ચર્ચા ત્યારે જ થાય છે જ્યારે પાણી જનજીવનનેઘમરોળી નાખે, બાકીના દિવસોમાં પોત પોતાની સગવડ સચવાય ત્યાં સુધી આયોજનનો અભાવ કોઈને નડતો નથી. કે પછી બોલીને કોઈ બગાડવા નથી માંગતુ. પોતાની સમસ્યાનો હલ પોતાની રીતે શોધી લેવામાં ડહાપણ, શહેરની વ્યવસ્થા પર એની શું અસર પડે છે એની સાથે શું કામ લેવા દેવા રાખવી?

દા.ત. પોતાની સોસાયટીમાં પાણીને ઘૂસતુંરોકવા અને માટીની ગંદકીથી બચવા ઠેર ઠેર લોકોએ સ્વખર્ચેપેવરબ્લોક ચણી દીધા છે, જે કારણે પાણીને જમીનમાં પચવાની કોઈ શક્યતા બચતી નથી અને ભૂગર્ભ જળ પૂરતા પ્રમાણમાં રિચાર્જ થતું નથી. દિવસો સુધી આ બધુ જ પાણી રસ્તા પર ભરાયેલું રહે અને આખું વર્ષ આપણે પાણીની અછતનામાર્યા વલખાં મારતારહીએ.અમદાવાદની પોળોના જૂના ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભમાંટાંકા બનાવવાની પ્રથા હતી.  

સંઘરેલું પાણી અછતના મહિનાઓમાં કામ આવતું. ઘરે ઘરે નળ પહોંચવાની સાથે ધીમે ધીમે આ પ્રથા બંધ થઈ ગઈ. મોટા શહેરોની નવી રહેણાંકસોસાયટીઓમાં હવે ફરીથી વરસાદી ટાંકા બનાવવાનું ચાલુ થયું છે, કારણકે જે ઝડપથી ભૂગર્ભ જળનું સ્તર નીચે જઇ રહ્યું છે એ પ્રમાણે બોરવેલ ખૂબ ઝડપથી વધુ ને વધુ ઊંડા કરવા પડે છે જેનો ખર્ચ ઘણો વધારે આવે છે. એના કરતાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરેલી સસ્તી પડે.

દબાણ ગ્રાહક તરફથી પણ આવવું જોઈએ. ઘર ખરીદતી વખતે જેમ પાર્કિંગ કે મંદિર જેવી સગવડો વિશે પૂછે છે એમ વરસાદી ટાંકાની વ્યવસ્થા હોવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. જો લોકો માંગતા થશે તો જ નાના મોટા ડેવલપર પણ એને પ્રાધાન્ય આપતા થશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્ય પગલાં લેતી થશે. ગ્રાહકનીભૂમિકાથી ઉપર ઉઠી નાગરિક તરીકે વિચારવું પડશે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.               

Most Popular

To Top