Vadodara

ચોમાસામાં વરસાદથી રક્ષણ આપતી રંગબેરંગી છત્રીના વેચાણમાં વધારો

વડોદરા : ચાતુર્માસ દરમ્યાન શહેરમા ચોમાસુ જામતુ જાય છે કાળા ડિંબાગ વાદળો વચ્ચે થી સાંબેલાધારે ખાબકતા મેઘરાજા થી બચવા આજે પણ છત્રીઓ ના ઉપયોગમાં લેશ માત્ર ઘટાડો થયો નથી. યુવાવર્ગ ભલે રેનકોટને પ્રથમ પસંદગી આપે.પરંતુ વૃદ્ધો અને મહિલાઓ અને યુવતીઓમાં આજે પણ છત્રીઓ નું આકર્ષણ યથાવત રહ્યું છે. શહેરના મુખ્યત્વે મનાતા લગભગ તમામ રાજમાર્ગો ની ફૂટપાથ પર સેકડો ગરીબ પરિવાર કલરફૂલ આકર્ષક છત્રીઓ ખોલીને ખરીદવા લોભાવે છે. જૉકે ભર વરસાદમાં હાથ મા ત્વરિત છત્રી આવી જાય તો અનેરો ઉત્સાહ વધે છે.અને પલળવાની પરેશાની થી બચતા બચતા વરસાદની આહલાદક વાતાવરણ ની ભરપુર મજા પણ માણી શકાતી હોવાના અગણીત લાભ મળે છે.

આજના હાઇટેક યુગમાં અનેક પ્રકારની અવનવી આધુનિક છત્રીઓ પણ હવે માત્ર દુકાનોમાં જ નહી ફૂટપાથો પર પર પણ સસ્તા ભાવે મળી રહે છે. સાદી છત્રીઓ ની માંગ કરતા ફોલ્ડિંગ છત્રીઓ ની માંગ વધુ હોય છે. ઍક જ ચાપ દબાવો એટલે આખ ના પલકારા મા છત્રી ખુલીને માથે ધરી દેતા જ વરસતા વરસાદમાં ભીંજાઇ જવામાં થી આંશીક રાહત મળે છે તેથી જ લૉકો પણ ખાસ કરીને માં મનપસંદ રંગબેરંગી છત્રી ઓ રોડ પરથી જ ખરીદી કરતા જૉવા મળે છે.
નાના બાળકોને તો છત્રીનો ઘોડો બનાવીને રમવું મનપસંદ રમત છે. છત્રી માત્ર ચોમાસા ના વરસાદ થી જ નહીં પરંતુ કાળઝાળ ગરમીમાં પણ અગ્નિ જેવી ગરમી સામે રાહત આપે છે. આમ ઋતુ કોઈ પણ પ્રકારની હોય પરંતું છત્રી નું સ્થાન તો અનેરું જ રહ્યુ છે.

Most Popular

To Top