SURAT

કામ વગર બાહર નહીં નિકળવાની કલેક્ટરની અપીલ, હોમઆઇસેલોટ પેશન્ટને પણ ઇજનેકશન મળશે

સુરતઃ (Surat) જિલ્લા કલેક્ટરે (Collector) આજે શહેરમાં કોરોનાથી સતત કથળતી પરિસ્થિતિને પગલે લોકોને કામ વગર બહાન નહીં નીકળવા વિનંતી ભર્યા શબ્દોમાં અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિનંતી કરવામાં આવે છે કે હાલની સ્થિતિએ જે પ્રમાણે કેસનો વધારો છે તે ગઈ વખત કરતાં ખૂબ વધારે ઝડપી છે. અને જે કેસ આવી રહ્યા છે એની સામે હોસ્પિટલ ગંભીર દર્દીની સંખ્યા પણ ખૂબ વધારે છે. નવી વ્યવસ્થા અને ઇન્ફાસ્ટ્રક્યર ચાલી રહ્યું છે પણ તેની સામે કેસની સંખ્યા ઝડપી વધી રહી છે. હોસ્પિટલોની ક્ષમતા કરતા વધારે દર્દી આવે છે. તેમાયે ઓક્સિજન પર આવતા દર્દી જ છે. એટલે જ જેમને અર્જન્ટ કામ ના હોય એમને સંપૂર્ણ જવાબદારી સાથે વિનંતી કરતા ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, જે લોકો પોતાના ઘરે રહી શકતા હોય તો તે ઘરે જ રહે.

જે ઈન્ડસ્ટ્રી ચાલે છે એ ભલે ચાલે પણ આપણે અત્યાર સંક્રમીત વધારે એટલા જ ગંભીર દર્દી વધારે છે. ઘરે રહેવા પાલન કરીએ તો આપણે કેસ ઘટાડી શકીએ અને સારવાર યોગ્ય આપી શકીએ. હાલ કેસ જે રીતે આવે છે તે જોતા આપણી કેપીસીટી હોસ્પિટલોની લાંબો સમય સુધી મદદ ન કરી શકશે. એટલે સંપર્ક જેટલો ઓછો કરીશું એટલા કેસ ઘટશે. હોસ્પિટલની કેપીસીટી સાથે સારી સારવાર મળી શકશે. બીજી તરફ કિડની હોસ્પિટલ બાબતે પુછતા જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજનની લાઈન લાગી ગઈ છે. ઓક્સિજનનું ચેકીંગ ચાલે છે. લગભગ કાલથી કિડની હોસ્પિટલમાં ચાલું થાય તેવો પ્રયાસ છે.


રેમડેસિવીર ઇન્જેકશન ખાનગી હોસ્પિટલોને આપવા વ્યવસ્થા ગોઠવાઈ

સુરતઃ શહેરમાં સ્વજનોના જીવ બતાવવા માટે હોસ્પિટલો દ્વારા દર્દીઓના સંબંધીઓને ઇન્જેક્શન લઈ આવવા માટે દોડાવવામાં આવી રહ્યા છે. જેને કારણે નવી સિવિલ હોસ્પિટલ અને છાયડાની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. તેમના સ્વજન માટે બસ એક ઇન્જેક્શન મળી જાય તેવી આશાએ લોકો આખી આખી રાત લાઈનમાં ઉભા રહીને ઇન્જેક્શન લઈને જાય છે.તેમને કહયુ હતુ કે બે દિવસમા્ં તેમને 1528 પેશન્ટ માટે 3695 ઇનજેકશન અલોટ કરી દીધા છે. પરંતુતેમછતાં લોકો લાઇનો લગાવે છે. આ સમગ્ર બાબત જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા તેમને જણાવ્યું હતું કે, રેમડેસિવીર ઇન્જેકશન મેળવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે મુજબ કોઈ પણ દર્દીના સગાઓએ નવી સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ ખાતે જવાનું નથી. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેઓએ નિયત નમૂનામાં આપેલા ઇમેઈલ આઈ ઉપર હોસ્પિટલના અધિકૃત વ્યક્તિની સહી સાથે અરજી કરવાની રહેશે.

ત્યારબાદ ઉપલબ્ધ જથ્થાને ધ્યાનમાં લેતા દર્દીઓને ફાળવણી કરવામાં આવશે. કલેક્ટર કચેરી દ્વારા એક પત્ર કરવામાં આવે નવી સિવિલ અને સ્મીમેરને તે ફાળવણી પત્ર હોસ્પિટલનો વ્યક્તિ હાજર રહી દવા મેળવશે. આ ફાળવણી પત્ર હોસ્પિટલનો જે તે વ્યક્તિનો લેટર, આઇડી કાર્ડ, હોસ્પિટલના દર્દીના રિપોર્ટ, આધાર કાર્ડ વગેરે માહિતી સાથે રાખી હોસ્પિટલના અધિકૃત વ્યક્તિએ ઇન્જેક્શન ખરીદી કરીને મેળવવાની રહેશે. આ સમગ્ર વ્યવસ્થા માટે દર્દીના સગાએ ક્યાય પણ જવાનું રહેતું નથી. આથી તમામને વિનંતી કરી છે કે અધિકૃત વ્યક્તિ ફાળવણી મુજબ લેવા આવે. જો કોઈ દર્દીના સંબંધી નવી સિવિલ અને સ્મીમેર હોય તો પાછા જતા રહે.

હોમઆઇસેલોટ પેશન્ટને પણ ઇજનેકશન મળશે
સુરત જિ્લલા કલેકટર ડો.ધવલ પટેલએ કહયુ હતુ કે સુરત શહેરની નાની મોટી હોસ્પિટલ ઉપરાંત જે લોકો ઘરે હોમ આઇસોલેટ થઇ સારવાર લઇ રહયા છે. તેમને પણ જો રેમડિસિવર ઇન્જેકશનની જરૂરૂ હોય તો તેમને મળી જશે. તેમના જે કોઇ ફેમીલી ડોકટર કે ફીજીશ્યન હોય તેઓ કલેકટરને મેઇલ કરી શકે છે અને આ મેઇલ મારફત તેમને જરૂર પડે ઇન્જેકશનની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

Most Popular

To Top