સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી 300 કોલેજો (Collage) કાર્યરત છે. દરમિયાન સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતની 9 નવી ખાનગી કોલેજોએ નવા શૈક્ષણિક વર્ષ 2023-24થી જોડાણ મેળવવા માટે યુનિવર્સિટીમાં એપ્લિકેશન (Application) કરી છે. નવી ખાનગી કોલેજો મેડિકલ, બીએસસી નર્સિંગ બીકોમ, બીએ, , બીસીએ, બીબીએ અને બીએડ જેવા કોર્સીસ શરૂ કરવા માગે છે. આમ, એપ્લિકેશન મળતા જ યુનિવર્સિટીએ નીડ કમિટી બનાવવાની કાર્યવાહી હાથ ધરશે. જે નવી કોલેજોમાં જઇ ઇન્સ્પેક્શન કરશે. જેમાં નવી કોલેજની જરૂર છે કે નહીં?, કોલેજ પાસે પાંચ એકર જમીન છે કે નહીં? કોલેજમાં ફાયર સેફ્ટી છે કે નહીં? કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય છે કે નહીં ? કોલેજ પાસે ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ છે કે નહીં? સહિતની બાબતો તપાસીને રિપોર્ટ બનાવશે. જેને યુનિવર્સિટીમાં સબમીટ કરશે. જે પછી યુનિવર્સિટી સિન્ડિકેટમાં રિપોર્ટ મૂકીને નવી કોલેજોને જોડાણ આપવું કે નહીં? તે મામલે નિર્ણય કરશે. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ યુનિવર્સિટી નવ નવી ખાનગી કોલેજોને વિદ્યાર્થીઓ આપશે એટલે કે એડમિશન પ્રોસેસમાં સામેલ કરશે.
કઈ ફેકલ્ટીમાં કેટલી એપ્લિકેશન
કોમર્સ 3
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઇટી 2
મેડિકલ 2
આર્ટ્સ 1
એજ્યુકેશન 1
કયા ટ્રસ્ટે કયા કોર્સની નવી કોલેજ શરૂ કરવા એપ્લિકેશન કરી
શ્રી શિવશક્તિ ધામ ગર્લ્સ બીએડ કોલેજ, નવસારી બીએડ
વિશ્વાભારતી ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સુરત બીએસસી નર્સિંગ
પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ, નવસારી બીસીએ
કિરણ મેડિકલ કોલેજ એમબીબીએસ
શ્રી કે. પી. કોમર્સ કોલેજ, સુરત બીકોમ ઓનર્સ
મોડેલ વુમેન્સ કોલેજ, સુરત બીકોમ-ઇંગલિશ
મોડેલ વુમેન્સ કોલેજ, સુરત બીએ
શેઠ સી. ડી. બરફીવાલા કોલેજ બીસીએ
કે. બી. સુમેરીયા કોમર્સ કોલેજ બીબીએ
વિન્ટર સિઝનમાં કોલેજ શરૂ કરવા માત્ર એક કોલેજ મેદાનમાં
વિન્ટર સિઝનમાં કોલેજ શરૂ કરવા માટે માત્ર એક કોલેજ મેદાનમાં છે. યુનિવર્સિટીમાં વર્ષમાં બે વખત એડમિશન પ્રોસેસ હાથ ધરાય છે. જેમાં પહેલી જૂન મહિનામાં અને બીજી ડિસેમ્બર મહિનામાં થાય છે. એવામાં જ ચાલુ વર્ષે 2022-23માં અમરોલીની આર.વી. પટેલ કોલેજે બીસીએ કોર્સ શરૂ કરવા માટે અરજી કરી હતી. તે સિવાય કોઇ પણ કોલેજોએ પ્રવેશ પ્રક્રિયા માટે એપ્લિકેશન કરી નથી. કોલેજોના સંચાલકો જણાવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ફેકલ્ટીનો અભાવ હોવાથી વિન્ટર સિઝનમાં ભાગ લઇ રહ્યા નથી.