ગાંધીનગર: રાજયમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વ દરમ્યાન રાજયમાં કાતિલ ઠંડી અનુભવાઈ છે. આજે વાસી ઉત્તરાયણે ફરીથી ઠંડીનો પારો અચાનક નીચે ગગડી જવા સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી ઠંડુગાર થઈ ગયું હતું. ઉત્તરાયણની રાત્રે અમરેલીમાં રાજયની સૌથી વધુ 6 ડિગ્રી નોંધાવવા પામી હતી. જયારે કચ્છના નલિયામાં 10 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, રાજયમાં આગામી 48 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે અમરેલીમાં 6 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. રાજયમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સામાન્ય કરતાં ઠંડીનો પારો નીચે રહ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, હવે આગામી 48 કલાક સુધી રાજયમાં કાતિલ ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 12 ડિ.સે.,નલિયામાં 10 ડિ.સે., કંડલા પોર્ટ પર 11 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 8 ડિ.સે., અમરેલીમાં 6 ડિ.સે., ભાવનગરમાં 11 ડિ.સે.,રાજકોટમાં 8 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે.,મહુવામાં 9 ડિ.સે., કેશોદમાં 7 ડિ.સે., અમદાવાદમાં 11 ડિ.સે.,ડીસામાં 9 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે.,વડોદરામાં 10 ડિ.સે.,અને સુરતમાં 13 ડિ.સે. અને દમણમાં 13 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.