National

ભારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારત ઠુંઠવાશે, હવામાન વિભાગે આપી આગાહી

નવી દિલ્હી: દેશમાં હાલ હિમાચલના (Himachal) શિમલાથી (shimla) લઈને ઉત્તરાખંડના (Uttarakhand) ઓલી સુધી ભારે હિમવર્ષા થઈ રહી છે. તેની સીધી અસર ઉત્તર ભારતના (North India) મેદાની વિસ્તારોમાં જોવા મળશે. બે દિવસની કડકડતી ઠંડીમાંથી (Cold) થોડી રાહત મળી હતી ત્યારે હવે આગામી બે દિવસમાં કડકડતી ઠંડી ફરી વળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની સીધી અસર દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત પર પડશે. 

IMD એટલે કે હવામાન વિભાગે દિલ્હી તેમજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં શનિવારથી 17 જાન્યુઆરી સુધી રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. 

14 જાન્યુઆરીથી ફરી ઠંડીનો કહેર વધશે

ઉત્તર ભારત સહિત દેશના અન્ય કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી પાછી ફરવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરીથી દિલ્હીમાં તીવ્ર ઠંડી ફરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 થી 17 જાન્યુઆરી સુધી રાજસ્થાનના ઉત્તર ભાગમાં ઠંડીનું મોજુંથી લઈને તીવ્ર શીત લહેર પ્રવર્તી શકે છે. તે જ સમયે, 14 અને 15 જાન્યુઆરીના રોજ આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાં ઠંડીની લહેર રહેશે.

યુપીથી હિમાચલ સુધી શિયાળો ચાલુ રહેશે

હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ચંદીગઢમાં પણ તીવ્ર ઠંડી પડવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં 15 થી 17 જાન્યુઆરી વચ્ચે, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 16 થી 18 જાન્યુઆરી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં 17 અને 18 જાન્યુઆરી દરમિયાન તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે.

આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેશે, ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 થી 18 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે. બીજી તરફ, 16 અને 18 જાન્યુઆરીની વચ્ચે, મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ રહી શકે છે. જો આપણે કોલ્ડ ડેની વાત કરીએ તો બિહારના કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ ડેની સ્થિતિ રહેશે.

Most Popular

To Top