ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનો (Cold) પારો 4 ડિગ્રી સુધી નીચે ગગડી જશે તેવી ચેતવણી આજે હવામાન વિભાગે આપી છે. આજે કચ્છના નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો હતો. નલિયા (Naliya) પછી વલસાડમાં (Valsad) બીજા ક્રમે વધુ ઠંડી વર્તાઈ રહી છે. કચ્છ અત્યારે કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. નલિયામાં અત્યાર ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. શીત લહેરની અસર હેઠળ અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ ઠંડી વધી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 12 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 10 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., રાજકોટમાં 16 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 16 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 11ડિગ્રી જઇ શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદ અમદાવાદમાં શિયાળો (Winter) ફરીથી પોતાનો મિજાજ દેખાડશે, અને તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હાલ નલિયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર સાબિત થયું છે, જ્યારે આગામી સપ્તાહથી રાજ્યભરમાં ઠંડી વધશે.
પાટણ જિલ્લામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધેરાયા છે. જેના કારણે જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા જગતના તાત પર ચિતાના વાદળો ઘેરાયા છે. જેના કારણે ખેડૂતોમાં કમોસમવી વરસાદને લઈને ફરી ચિંતા વધી છે. પાટણ જિલ્લામાં ખેડૂતોએ કરેલ 2 લાખ હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કર્યું છે. વાતાવરણમાં પલટો આવતા એરંડા, રાયડા, ચણા સહિતના પાકમાં રોગચાળો આવી શકે છે. બીજી બાજુ પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સીઝનને ધ્યાને લઇ રાયડુ, એરંડા, ઘઉં, ચણા સહિતના પાકોનું વાવેતર કર્યું છે.