Charchapatra

યોગાનુયોગ

કહેવાય છે કે ઇતિહાસની ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. દુનિયાના દેશોમાં એનું પ્રતિબિંબ પણ જોવાય છે. રાજાશાહી, લોકશાહી અને તાનાશાહી સ્વરૂપની શાસન વ્યવસ્થાઓ થતી રહે છે. જયાં સુધી સફળ વિદ્રોહ, યુદ્ધમાં પરાજય કે રાજાના વર્તુળમાંથી કાવાદાવાથી ઉભલ પાથલ ન થાય ત્યાં સુધી રાજાની ગાદી આજીવન સલામત રહે છે. જંગી બહુમતીથી લાધેલ રાજબળ તાનાશાહી નોતરે છે. વિધિની વક્રતા છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલ જર્મની, ઇટાલી, બર્મા, ફ્રાન્સના શાસકોએ તાનાશાહી આચરી લોકશાહીને કચડી નાંખી હતી અને હિટલર, મુસોલીની, નેતેન્યાહુ જેવા શાસકોએ અન્યદ ેશોને તાનાશાહીની પ્રેરણા આપી છે. હિટલરની કિતાબમાં તો તે માટે ઘણું બધું માર્ગદર્શન છે. જર્મન અને યહુદી પ્રજા વચ્ચે નફરત અને હિંસાનો તો દુ:ખદ ઇતિહાસ રચાયો છે.

ઇઝરાયેલમાં રાજકીય અસ્થિરતા, ગઠબંધન અને આંદોલનનો િતિહાસ પણ સર્જાયો છે, જેને ત્યાંની સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય ઠેરવે છે છતાં ગુંડાગીરી આચરી સત્તાસ્થાને બિરાજનારનો વાળ પણ વાંકો થતો નથી. સત્તાધીશોને નિયંત્રણમાં રાખનાર વ્વયસ્થાઓ જ નબળી પડી જાય ત્યારે તાનાશાહી પુરબહારમાં ખીલે છે. આવા સંજોગોમાં પ્રચાર માધ્યમો વિવશ સ્થિતિમાં હોય તો તાનાશાહ બેફામ, નિરંકુશ બની જાય છે અને અવાજ ઉઠાવનાર દેશદ્રોહી ગણાય છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વિભાજન અને નફરતી રાજકારણનો દાખલો છે. ભારતમાં યોગાનુયોગ આવો ઇતિહાસ રચાઇ ચૂકયો છે. માનવતાને વિસરી સાંપ્રદાયિક ઝનૂન ફેલાવવાથી ગંદા રાજકારણને પોષણ મળે છે. ભારતમાતા કોઇ હિટલર, કોઇ મુસોલીની, કોઇ નેતેન્યાહુને સાંખી શકે નહીં. ઘોષિત કે અઘોષિત કટોકટીમાં તાનાશાહીના દર્શન થાય છે, એકવીસમી સદીમાં એ ચલાવી ન લેવાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top