સોનેરી ભરતકામ કરેલા સફેદર પાનેતર પર લીલી ચૂદડી ઓઢેલી કન્યા હાથમા વરમાળા લઈ વરરાજાને પહેરાવવાની મથામણ કરી રહી છે અને ૧૫ મિનિટ પછી ઍ જ કન્યા મોરપીછરંગી નવવારી પૈઠાણી સાડી, નાકમાં મરાઠી સ્ટાઇલની નથ અને કપાળે મોતીનુ મંડોળ બાધી માયરામા બેસી એ જ વરરાજા સાથે મુરતની વિધિ કરી રહી છે. યસ, આ જ છે લગ્નવિધિમા ચાલતો કોકટેલ ટ્રેન્ડ જેમા વરકન્યા બેઉના સમાજના રીતરિવાજ અનુસાર એક જ સમયે, એક જ મંડપમા તેમના લગ્ન થાય છે. પહેલા જયારે ગુજરાતી છોકરો કે છોકરી પરજ્ઞાતિમાં પરણતા ત્યારે લગ્નની વિધિમા કલ્ચરલ (Culture) ક્લેશ ન થાય તે માટે યુગલો આર્યસમાજ વિધિથી કે કોર્ટમા મેરેજ કરતા, જેમાં પેરન્ટ્સને પોતાના ઓરતા અધૂરા રહી જવાનો અફસોસ થતો, પણ હવે તેનો ઉપાય યંગ જનરેશને શોધી લીધો છે. યંગસ્ટર્સ હવે કોકોટેલ મેરેજ તરફ વળ્યા છે. જાણો લગ્નમાં કોકોટેલ મેરેજના નવા ટ્રેન્ડ (Cocktail trend at weddings) વિશે.
સુરત શહેરને સમગ્ર દેશમાં મિનીભારત તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું એક પણ એવું રાજ્ય નહીં હોય જ્યાંથી લોકો આવીને સુરતમાં વસ્યા ન હોય. આ પ્રકારે કોસ્મોપોલિટન સિટી બની ચૂકેલા સુરત શહેરમાં ગુજરાતી વ્યક્તિ બિનગુજરાતી પાત્ર સાથે લગ્ન કરે તે હવે નવાઈની કે ન્યુઝની વાત રહી નથી. હાયર ઍજયુકેશન, જોબ, ફોરેન કલ્ચર સાથેના ઍક્સપોઝરને કારણે યુવાવર્ગનુî બીજી નાતમાંî પરણવાનુંî વ્યાપક થઈ રહ્યું છે અને ગુજરાતી કુટુંîબોમાંî સામાન્ય થતું ગયુî છે. હવે વધુ ને વધુ લોકો લગ્નવિધિમાં કોકટેલ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે.
કોકટેલ મેરેજ એટલે શું?
થોડાî વર્ષો પૂર્વે જયારે ગુજરાતી છોકરો કે છોકરી બીજી જ્ઞાતિમાî પરણતા ત્યારે લગ્નનાî વિધિવિધાનમાî કલ્ચરલ ક્લેશ ન થાય તે માટે આવાî યુગલો આર્યસમાજ વિધિથી અથવા કોર્ટમાî મેરેજ કરતાî. જેમાî વરકન્યાનાî માબાપને પોતાનાî ઓરતા અને કર્તવ્ય અધૂરાî રહી જવાનો અફસોસ થતો. જાકે તે સમયે બે- ત્રણ સîતાનો હોવાથી બીજાî બાળકોનાî લગ્નમાંî તેમની હોîશ પૂરી થઈ જતી, પણ હવે એક કે બે જ સંîતાન હોય ત્યારે માબાપ પોતાનાî સંતાનોનાî લગ્નોમાંî રાચવાનુî અરમાન પૂર્ણ કરવા એક વખત પોતાની પરંîપરાથી અને એક વખત સામા પક્ષની વિધિથી એમ વરકન્યાને બે વખત પરણાવતાî થયા છેî. આ ટ્રેન્ડ થોડો સમય જ ચાલ્યો અને હવે છેલ્લાî ત્રણેક વર્ષથી સમાજ વધુ પ્રેક્ટિકલ થયો છે. પરિવાર હવે એક જ સમયે બેઉ વિધિનુî એકીકરણ કરાવી અનોખી રીતે સંîતાનોનાî લગ્ન કરાવે છે. આમેય ગુજરાતીઓમાંî જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગામ, નુખ, કુળ, ગોત્રના હિસાબે દરેક સમાજની પરંપરા, રીતરિવાજો જુદા-જુદાî હોય છે ત્યારે કોકટેલ વિધિમાî પોતાની પારંપરિક વિધિ ને સામા પક્ષની બધી રસમોનો સમન્વય કરી પોતાની આગવી લગ્નવિધિ બનાવે છે. જો કે મોટા ભાગે આવુî એકીકરણ હિન્દુધર્મીઓ વચ્ચે જ થાય છે જેમ કે ગુજરાતી સાથે દક્ષિણ ભારતીય, મહારાષ્ટ્રીયન, રાજસ્થાની, પîજાબી વગેરે. આવાî લગ્નોમાંî બેઉ પક્ષના વડીલો જેમ લગ્નના અન્ય કાર્યક્રમ ગોઠવવા મળે ને ડિસ્કશન કરે તે રીતે તેઓ પોતાના કૌટુંîબિક ગોરમહારાજાને લઈને પણ મળે છે. બે પક્ષ પોતપોતાની રસમો એકબીજાને કહે છે અને પછી બાકાયદા કઈ વિધિ પછી કઈ વિધિ કરવી તેની ક્રમાનુસાર ગોઠવણ કરવામાî આવે છે. જેમાî સામૈયાથી લઈ વિદાય સુધી દરેક વિધિને આવરી લેવામાîં આવે છે. સમાજના લોકો પોતપોતાની મૂળભૂત માન્યતાઓથી મુક્ત થઈ આ નવો ટ્રેન્ડ અપનાવતા થયા છે તો ગોરમહારાજા અને લગ્નવિધિ કરાવનાર પંડિતો પણ તેમને આવકારી રહ્ના છે.
એક કિસ્સો કોકટેલ મેરેજનો
અવની સોરઠિયા વૈષ્ણવ જ્ઞાતિની છે તો હીંમાશું બડગુજર મરાઠી બરહાનપુરનો મહારાષ્ટ્રીયન. ગુજરાતી લગ્નમાંî કન્યાએ સફેદ પાનેતર અને ચૂંîદડી પહેરવાનુî અતિ પવિત્ર ગણાય છે. એ જ રીતે વરપક્ષનુî સામૈયુî, વરમાળા પહેરાવવી, પોîખણાવિધિ, હસ્તમેળાપ જેવી વિધિ મહત્વની હોય છે. જયારે મહારાષ્ટ્રીયન લગ્નમાં સફેદ રંગને તો નો ઍન્ટ્રી જ હોય છે સાથે આ એક પણ વિધિ પણ નથી થતી, પરંતું અવનીએ ગુજરાતી પરંપરાને અનુલક્ષીને સફેદ પાનેતર પહેરી આ બધી વિધિ કરી અને પછી મહારાષ્ટ્રીયન રસમ અનુસાર સજ્જ થઈ માયરામાî બેસી પછીની વિધિઓ કરી. જેમાં અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાની અને હસ્તમેળાપની સાથે અક્ષતાની સપ્તદીની રસમ પણ નિભાવી. મહારાષ્ટ્રીયન ગોર અને ગુજરાતી બ્રાહ્મણે ક્રમબદ્ઘ બેઉની વિધિ કરાવી. જેમાંî દરેક ફેરે કન્યાના ભાઈ, મામા, માબાપ વગેરેને હસ્તે ફેરો અપાવવાની સાથે જ સાસુનો પાલવ પકડવાની અને કંસાર જમાડવા જેવી નટખટ ચેષ્ટાઓ પણ કરાવવામાંî આવી. આ સાથે જ અવનીની જ્ઞાતિમાî કન્યાવિદાય વખતે કન્યા પોતાના કુટુંબના તમામ પુરુષોને ચાંદલો કરે અને વર તેને ચોખા લગાવે એવો રિવાજ છે તે પણ અવની-હીમાંશુંએ નિભાવ્યો. આ સાથે જ લગ્નના આગલા દિવસે મરાઠી લગ્નોમાં થતી હલ્દીની વિધિ પણ કરાવવામાî આવી હતી.