નવી દિલ્હી: શતાબ્દી એક્સપ્રેસમાં (Shatabdi Express) એક પેસેન્જરને (Passenger) પીરસવામાં આવેલી આઈસ્ક્રીમમાં (Ice cream) એક વાંદો (Cockroaches) નીકળ્યો હતો. ત્યાર બાદ મુસાફરે વાંધો ઉઠાવ્યો હતો. જેના પર ટ્રેનની (Train) અંદરના વિક્રેતાએ માફી માંગતા પેસેન્જરને વધુ એક આઈસ્ક્રીમ પીરસ્યો હતો. માહિતી અનુસાર આ ઘટના રવિવારે બની હતી. મુસાફરનું નામ નાવેદ મોહમ્મદ છે, જે ભોપાલનો રહેવાસી છે. તે એક પરિચિત સાથે નવી દિલ્હીથી ભોપાલ જઈ રહ્યો હતો. આ ટ્રેન લગભગ 2.30 વાગ્યે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચશે.
મુસાફર નાવેદ મોહમ્મદનું કહેવું છે કે આ સમગ્ર ઘટનાની ફરિયાદ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે મંત્રાલયના અધિકારીઓને કરશે. તેમજ પ્રીમિયમ ટ્રેનોમાં આવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં. જો કે, મુસાફરે પોતે સ્વીકારે છે કે આઈસ્ક્રીમ પેક હતી અને રેલવે તેનું ઉત્પાદન કરતું નથી પરંતુ તે સહકારી ઉત્પાદન છે.
નાવેદ મોહમ્મદ કહે છે કે તેણે તેના એક પરિચિત સાથે ચેર કાર ક્લાસની ટિકિટ ખરીદી છે. એક બર્થ માટે નવી દિલ્હીથી ભોપાલનું ભાડું 1750 રૂપિયા છે. બીના સ્ટેશન પહોંચતા પહેલા તેમને ભોજન પીરસવામાં આવ્યું હતું. ત્યાર બાદ આઈસ્ક્રીમ આપવામાં આવી હતી. જ્યારે મુસાફરે આઈસ્ક્રીનો પેક ખોલ્યો જેમાંથી એક મરેલો વાંદો નીકળ્યો હતો. જ્યારે આ માહિતી તરત જ વેન્ડર અને તેના મેનેજરને આપવામાં આવી તો તેમણે માફી માંગવાનું શરૂ કર્યું હતું.
આ ટ્રેનમાં કેટરિંગની વ્યવસ્થા ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. તેમણે ખાનગી વેન્ડરોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. પ્રવાસીનું કહેવું છે કે જે કંપનીએ મુસાફરોને સેવા આપવા માટે કેટરિંગ પ્રોડક્ટ્સ અને સામગ્રી ખરીદી છે, તે કંપનીઓ અને સંસ્થાઓને આવી બેદરકારી ટાળવા માટે અગાઉથી સૂચના આપવી જોઈએ.
શૌચાલય ખૂબ ગંદા
આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ ગંદા શૌચાલયની ફરિયાદ કરી છે. રેલ્વેના અધિકારીઓ પાસે માંગ કરવામાં આવી છે કે ઓછામાં ઓછા શૌચાલય તો સ્વચ્છ રાખવા જોઈએ. ભૂતકાળમાં પણ શતાબ્દી એક્સપ્રેસમાં એક મુસાફર ભોપાલ અને ઝાંસી વચ્ચેના ટોયલેટમાં ફસાઈ ગયો હતો. જેઓને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.