ઉમરગામ: (Umargam) ઉમરગામ પાસે મધદરિયે રાત્રે કોઈ બોટે (Boat) મદદ રેસ્ક્યું (Rescue) માટે સંકેત આપ્યાના લાઈટ ફાયરથી દોડધામ મચી જવા પામી હતી. ખબર પડતા જ પોલીસ તરવૈયા સાથે ત્રણ બોટ લઇને તપાસ માટે દરિયામાં (Sea) પહોંચી હતી કોસ્ટ ગાર્ડના ટીમ ઓએનજીસીના બાર્જના (Barge) લાપતા ક્રૂ મેમ્બરો (કર્મચારી)ઓને શોધી રહી હોવાનું જાણવા મળતાં પોલીસ (Police) પરત આવી હતી અને હાશકારો અનુભવ્યો હતો.
- પોલીસ તરવૈયા સાથે ત્રણ બોટ લઇને તપાસ માટે દરિયામાં પહોંચી
- કોસ્ટ ગાર્ડ ઓએનજીસીના બાર્જના લાપતા ક્રૂ મેમ્બરોને શોધી રહી હોવાનું જણાતાં હાશકારો અનુભવાયો
- મુંબઈ નજીક ઓએનજીસીની બાર્જ ડૂબી ગઈ હતી, કોસ્ટ ગાર્ડ (Coast Guard) દ્વારા આવા લાપતા લોકોને દરિયામાં શોધવાની કામગીરી કરવામાં રાત્રે ટોર્ચ દ્વારા દરિયામાં લાઈટ મારવામાં આવી હતી
- પોલીસ પરત આવી હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો
બુધવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે ઉમરગામ પાસે પાંચેક કિલોમીટર અંદર મધદરિયામાં કોઈક બોટ રેસ્ક્યુ માટે મદદ માટે લાઈટ ફાયરના સંકેત આપી રહી હોવાની દરિયા નજીક કિનારે રહેતા લોકોને જણાતા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ બાબતની ઉમરગામ પોલીસને જાણ થતા જ રાત્રે ઉમરગામ પોલીસ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. રાત્રે જ ઉમરગામથી ત્રણ બોટ લઇને પોલીસ મધદરિયે તરવૈયાઓ સાથે પહોંચી હતી. પરંતુ કોઈ અજુગતું જણાવ્યું ન હતું.
ત્યારબાદ પોલીસને ખબર પડી હતી કે તાઉતે વાવાઝોડાના કારણે સોમવારે મુંબઈ નજીક ઓએનજીસીની બાર્જ ડૂબી ગઈ હતી. એ વખતે કેટલાક ક્રૂ મેમ્બરો લાઇફ જેકેટ પહેરીને જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા અને કેટલાક લાપત્તા ગુમ થયા હતા.
આ લોકોની અરબ સાગરમાં ભારતીય નૌસેનાના જહાજ, હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ ચાલી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા આવા લાપતા લોકોને દરિયામાં શોધવાની કામગીરી કરવામાં રાત્રે ટોર્ચ દ્વારા દરિયામાં લાઈટ મારવામાં આવતા કોઈક દ્વારા રેસ્ક્યુ માટે સંકેત આપ્યાનું લાગતા ઉમરગામ પોલીસે મધદરીયે જઈને તપાસ કરી હતી. પરંતુ કોસ્ટગાર્ડ લાપતા લોકોને શોધવાની કામગીરી થતી હોવાની જાણ થતાં પોલીસની ટીમ પરત આવી હતી અને દરિયા કિનારે એકત્ર થયેલા લોકોમાં પણ હાશકારો અનુભવાયો હતો.